સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા સાવધાન સુરત : ગરમીથી રાહત મેળવવા માટે આઈસ ડીસ, બરફના ગોલા ખાનાર લોકોની સંખ્યા વધી ગઈ છે. સુરત શહેરમાં અનેક જગ્યાએ આઈસ ડીશ અને બરફના ગોળા વેચતી દુકાનો પણ હાલ કાર્યરત જોવા મળી રહી છે ત્યારે આ ડીશમાં જે બરફ વાપરવામાં આવે છે તે ખાવાલાયક છે કે નહીં તે તપાસ માટે સુરત મહાનગરપાલિકાએ 18 જેટલા એકમમાંથી નમૂના લીધા છે. આ વેપારીઓએ મિનરલ વોટરમાંથી બરફ બનાવ્યો હોવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં. તેની સાથે ક્રીમ અને કલર પણ ગુણવત્તાવાળું છે કે નહીં તે પણ તપાસ કરવામાં આવશે.
ભેળસેળ રોકવા પ્રયાસ : ભીષણ ગરમીથી બચવા માટે લોકો આઈસ ડીશ બરફના ગોળા ખાતા હોય છે અને જેમ માટે મોડી રાત સુધી લોકોની ભારે ભીડ દુકાનો પર પણ જોવા મળે છે પરંતુ કેટલાક લોકો આ સિઝનલ ધંધામાં ભેળસેળ કરીને આઈ. ડીશ અને બરફના ગોળા વેચે છે. સીઝનલ ધંધામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના હેતુસર સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાંથી 18 જેટલી દુકાનોમાંથી સુરત આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે.
સુરત આરોગ્ય વિભાગે કયા એકમથી લીધાં નમૂના સુરતમાં ઘોડદોડ રોડ વિસ્તાર ખાતે આવેલા ફાઇસટાર આઈસ ડીસ, આનંદ મહેલ રોડ ખાતે આવેલા રજવાડી મલાઈ ગોલા, જય ભવાની ડ્રાયફ્રુટ ડીસ ગોલા તેમજ કતારગામ ખાતે આવેલા રામ ઔર શ્યામ આઈસ એન્ડ ગોલા, વરાછા ખાતે આવેલા જે.બી આઈ ડીશ સહિત અન્ય એકમ શામેલ છે.
ખાદ્ય રંગ અને ક્રીમની ગુણવત્તા પણ ચકાસશે : આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અધિકારી જગદીશ સાલુંકેએ જણાવ્યું હતું કે, આકરી ગરમીના કારણે લોકો આઈસડીશ વેચતી દુકાનો પર જાય છે. પરંતુ કેટલાક તકવાદી લોકો સીઝનલમાં આવા ધંધાઓ શરૂ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય છે. જેના ભાગરૂપે ફૂડ વિભાગ દ્વારા 18 જેટલી દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. બરફ ગોળામાં જે બરફ મિનરલ વોટરમાંથી બનાવવામાં આવતો હોવાનું બોર્ડ તેઓ લગાવે છે તે સાચું છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આ સાથે કલર અને ક્રીમની ગુણવત્તા પણ ચકાસવામાં આવશે.
- Summer Special: ઘરે બનાવવા માટે આઈસ્ક્રીમની સરળ રેસિપી
- Surat News : આઇસ ડિશ બરફગોલા કે આઈસક્રીમ, કેવી ભેળસેળ થઇ હતી એ હવે ખબર પડી