ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં નકલી માર્કશીટ કૌભાંડનો મામલો, પોલીસે કરી વધુ એક આરોપીની ધરપકડ - Surat Fake Marksheet Scam - SURAT FAKE MARKSHEET SCAM

રાજ્યમાં નકલીનો સિલસિલો યથાવત રહ્યો છે. નકલી ઘી, નકલી દૂધ, નકલી અધિકારી બાદ હવે સુરતમાં બહુચર્ચિત નકલી માર્કશીટના કૌભાંડ મામલે વધુ એક આરોપીને પોલીસે દબોચી લીધો છે. જાણો શું છે સમગ્ર મામલો..

Surat Fake Marksheet Scam
Surat Fake Marksheet Scam

By ETV Bharat Gujarati Team

Published : Apr 5, 2024, 5:56 PM IST

સુરત: વિદેશ જવા માટે તેમજ અન્ય સરકારી કામકાજ માટે ગુજરાત અને અન્ય રાજ્યના જુદા જુદા શિક્ષણબોર્ડ અને યુનિવર્સીટીની નકલી ડીગ્રીઓ તેમજ માર્કશીટ બનાવવાના રેકેટને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યુ છે. આ કેસમાં તપાસ અર્થે બિહાર ગયેલી પોલીસની ટીમે બિહારના કટિહાર જીલ્લાના ગુરુકુળ શિક્ષા સંસ્થાનના માલિકને નકલી ડીગ્રીઓ તેમજ માર્કશીટ બનાવવાના કેસમાં ઝડપી પાડ્યો છે અને તેને લઈને સુરત આવવા માટે રવાના થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ સંજય ગિલાણીને નકલી માર્કશીટ બનાવી આપી હતી. જ્યારે પોલીસ તેની ધરપકડ કરવા ગઈ ત્યારે તેણે પોલીસ સાથે માથાકુટ પણ કરી હતી.

નકલી માર્કશીટ બનાવતી ટોળકીનો પર્દાફાશ: ઉત્રાણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તા.29 માર્ચના રોજ ઉત્રાણ પોલીસે વિઝાનું કામ કરી આપવાની આડમાં ચાલતા નકલી માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટ બનાવતી ટોળકીનો પર્દાફાશ કર્યો હતો અને નકલી માર્કશીટ બનાવનારા સંજય કનુ ગેલાણી, વિશાલ મહેશ તેજાણી અને ધ્રુવિન મગન કોઠીયાને પકડી પાડીને અલગ અલગ બોર્ડની અને ખાસ કરીને મહારાષ્ટ્રના માધ્યમિક બોર્ડની કુલ 13 જેટલી નકલી માર્કશીટ કબજે કરી હતી અને આ સાથે રેકેટમાં સામેલ બીજા ત્રણ જણા જેમાં, કેનેડામાં રહેતા નીલકંઠ નરશી દેવાણી, યુકેમાં રહેતા બોની વિનોદ તાલા અને ભાવનગર ખાતે રહેતા વૈભવ અશ્વિન તાલાને કાપોદ્રાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

રિમાન્ડ બાદ મળશે વધુ માહિતી: ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યુ હતું કે, આ કેસમાં ઉત્રાણ પોલીસની એક ટીમ તપાસ અર્થે બિહાર ગઈ હતી જ્યાં ટીમે બિહારના કટિહાર જીલ્લાનાગુરુકુળ શિક્ષા સંસ્થાનના માલિક રાજેન્દ્ર કુમાર રોહિતકુમાર ઠાકુરની ધરપકડ કરી લીધી છે અને તેને લઈને સુરત આવવા માટે રવાના થઈ ગઈ છે. પોલીસે જ્યારે રાજ્ન્દ્ર કુમારની ધરપકડ કરી ત્યારે તેણે પોલીસ સાથે માથાકૂટ પણ કરી હતી. રાજેન્દ્ર ઠાકુરે સંજય ગેલાણીને મહારાષ્ટ્ર બોર્ડ, સંત બાબા ગાડગે મહારાષ્ટ્ર અને મદ્રાસ યુનિવર્સીટીની માર્કશીટો બનાવી આપી હતી. હાલ પોલીસ તેને લઈને સુરત આવવા માટે રવાના થઈ ગઈ છે. અહી આવ્યા બાદ પોલીસ તેના રિમાન્ડ મેળવશે અન ત્યાર બાદ વધુ માહિતી પોલીસ મેળવી શકશે.

  1. લ્યો ! વડોદરાની શાળામાં પરીક્ષામાં પેપર ખૂટ્યા, પરીક્ષા પહેલા મચી દોડધામ - Vadodara Exam papers missing
  2. સુરત જિલ્લામાં EVM-VVPAT નું પ્રથમ કોમ્પ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન કરાયું, જુઓ સમગ્ર પ્રક્રિયા - Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details