સુરત : માંગરોળ તાલુકામાં નવી શિયાલાજ નવી વસાહતમાં બાબરી પ્રસંગે આવેલા ડીજેમાં નાચવા બાબતે બે જૂથોમાં થયેલી અથડામણ બાદ મોડી રાત્રિના એક જૂથના સગીરને એક કારે અકસ્માત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સગીરનું મૃત્યુ થયું હતું બીજે દિવસે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.
સગીરના પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી સીસીટીવી ચકાસી તપાસ હાથ ધરી : પરિવારજનોએ ઝઘડા બાદ સગીરને કાર દ્વારા ઉડાડી તેની હત્યા કરી હોવાના આક્ષેપ સાથે શંકા કરીને પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતાં. જેમાં મૃતક યુવક દોડતો હોવાનું અને તેની પાછળ એક મિનિટ પછી લાલ કલરની ગાડી પૂરપાટ ઝડપે દોડી હોવાનું સ્પષ્ટ દેખાય છે. એક મિનિટ પછી લાલ ક્લરની ગાડી પૂરપાટ ઝડપે દોડી હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે જેથી પરિવારજનોએ હત્યાનો ગુનો નોંધવાની માંગણી સાથે પાલોદ પોલીસ ખાતે હોબાળો મચાવ્યો હતો બીજી બાજુ પોલીસે સીસીટીવી ચકાસી તપાસ હાથ ધરી છે.
પરિવારે હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો :અવિનાશ ઉઘાડા શરીરે રોડ પર દોડતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતાં. ઘટના સ્થળથી થોડા અંતરનો સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતાં. જેમાં આ ધમાલ બાદ મૃતક સગીર અવિનાશ ઉઘાડા શરીરે રોડ પર દોડતો હોવાનું દેખાય છે તેની પાછળ અન્ય ત્રણથી ચાર યુવકો પણ કે જે તેના મિત્રો હોવાનું જાણવા મળ્યું છે. એક્ઝેટ એક મિનિટની 20 સેકન્ડ પછી લાલ કલરની એક ગાડી પૂરપાટ ઝડપે તેની પાછળ દોડતી હોવાનું જણાઇ આવે છે. મૃતકના પરિવારજનો દ્વારા પણ આ જ કાર દ્વારા યુવકને અકસ્માત કરી તેની હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કાર નવી શિયાલજમાં વસાહતમાં બાબરીના પ્રસંગમાં આવી હતી અને આ જ કારના લોકો સાથે મૃતક સગીર તેમાં તેના મિત્રોની બબાલ થઇ હોવાનું પણ જણાવ્યું હતું.
ઠોસ કાર્યવાહી ન થતાં શંકા : સીસીટીવીમાં પણ કાર દ્વારા યુવકને ઉડાડયો હોવાના પુરાવા હત્યાની આશંકા તરફ દોરી રહ્યા હોવા છતાં, પાલોદ ઓપીના ઇન્ચાર્જ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી નહી કરી હોવાથી અનેક શંકાકુશંકા પણ સેવાઈ રહી છે.
ઘટના શંકાસ્પદ લાગે છે : કોસંબા પોલીસ મથકમાં પીઆઈ એમ.કે. સ્વામીએ જણાવ્યું હતું કે પરિવારજનોની રજૂઆત અને સીસીટીવીની ચકાસણી કરતા આ ઘટના શંકાસ્પદ જણાઇ આવે છે જેથી હત્યા થઈ હોવાની શંકાના આધારે તે તરફ તપાસ અને નિવેદન લેવાનું કામ હાલ ચાલુ છે.
- Suicide Case In Surat : જંગલમાં આત્મહત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો, પરિવારને હત્યાની શંકા
- વાપીના છરવાડામાં પરણીતાનું મૃત્યુ, પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી