ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું અને રૂમ પાર્ટનર પાસે વિડીયો બનાવ્યો, બંને આરોપીઓની ધરપકડ થઈ - SURAT CRIME - SURAT CRIME

સુરતમાં સગીરા પર દુષ્કર્મનો મામલો સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયો છે. આરોપી યુવકે દુષ્કર્મ આચરવાનો વિડીયો પણ અન્ય વ્યક્તિ પાસે બનાવડાવ્યો હતો. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું અને રૂમ પાર્ટનર પાસે વિડીયો બનાવ્યો, બંને આરોપીઓની ધરપકડ થઈ
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું અને રૂમ પાર્ટનર પાસે વિડીયો બનાવ્યો, બંને આરોપીઓની ધરપકડ થઈ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 3, 2024, 9:29 AM IST

આરોપીઓની ધરપકડ કરવામાં આવી (ETV Bharat Gujarat)

સુરત : કારખાનામાં કામ કરતા શ્રમિકો માટે રસોઈ કામ કરનાર વિધવા મહિલાની 13 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ કરનાર અને તેના સાથી એ તે સમયે બનાવેલા વીડિયો મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આરોપીએ કિશોરી સાથે દુષ્કરમાં આચર્યું હતું અને ત્યાર પછી પોતાના આધેડ રૂમ પાર્ટનર પાસે તેનો વિડીયો બનાવા કીધું હતું અને આ અંગે ફરિયાદ કરવા પર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બંને આરોપીઓની સુરત સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.

દુષ્કર્મ આચર્યું અને વિડીયો બનાવ્યો : સલામતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં રહેતી વિધવા મહિલા કાપડના કારખાનામાં રસોઈ કામ કરે છે. તેના બે સંતાનો છે. જે કારખાનામાં તે કામ કરતી હતી ત્યાં જ કામ કરનાર 21 વર્ષના જીતુ રાણાએ તેમની 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર પછી પોતાના વૃદ્ધ રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરીને તેનો વિડિયો પણ બનાવવા માટે કીધું હતું. આ વિડીયો તેઓએ વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. એટલું જ નહીં આ વિડીયો આરોપી પપ્પુએ સગીરાની માસીને બતાવ્યો જેના કારણે આંખો મામલો સામે આવ્યો હતો. ત્યાર પછી પરિવારના સભ્યોએ આ અંગે પોલીસને ફરિયાદ કરી હતી.

વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સલાબદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી એમની જે નાની દીકરી છે તેમના પરિચિત વ્યક્તિએ બાળકી સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. તેને ધ્યાનમાં રાખીને પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં આઈપીસીની 376ની કલમ, પોકસો એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. આરોપી સાથે અન્ય એક વ્યક્તિ પણ શામેલ છે. અન્ય આરોપીના રોલ અંગેની વાત કરવામાં આવે તો જ્યારે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતે તેણે વિડીયો ઉતારી લીધો હતો. આરોપી તેનો મિત્ર હોવાથી ફરિયાદીને ધમકી પણ આપી હતી. જો તે પોલીસમાં ફરિયાદ કરશે તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે.

માતા પછી પુત્રીના સંપર્કમાં આવ્યો : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદી પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશન આવ્યા અને ફરિયાદ આપી હતી. પોલીસને અત્યારે એ જાણકારી મળી છે. આરોપી છે તે ફરિયાદી બેનના સંપર્કમાં પહેલા આવ્યો હતો ત્યારબાદ તેમની જે દીકરી છે એમના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર પછી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

  1. ડાન્સ શીખવવાને બહાને શિક્ષકે સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ, ડાન્સ શિક્ષક સામે ફરિયાદ - SURAT CRIME
  2. મોબાઈલની લાલચ આપી નરાધમે અનેક વખત સગીરાને બનાવી હવસનો શિકાર, આરોપી જેલ હવાલે - Rape With Minor Girl

ABOUT THE AUTHOR

...view details