ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : ખેડપુર ગામે લૂંટારુ ટોળકીએ તબેલાના પશુપાલકને બંધક બનાવી લૂંટ મચાવી

માંડવીના ખેડપુર ગામે લૂંટારુ ટોળકીએ તબેલાના પશુપાલકને બંધક બનાવી લૂંટ મચાવી હતી. તબેલાના પશુપાલકને ઢોર માર મારી હત્યાની ધમકી આપી રોકડ અને સોનાની કડીની લૂંટ ચલાવી લૂંટારુ ટોળકી ફરાર થઈ ગઇ હતી.

Surat Crime : ખેડપુર ગામે લૂંટારુ ટોળકીએ તબેલાના પશુપાલકને બંધક બનાવી લૂંટ મચાવી
Surat Crime : ખેડપુર ગામે લૂંટારુ ટોળકીએ તબેલાના પશુપાલકને બંધક બનાવી લૂંટ મચાવી

By ETV Bharat Gujarati Team

Published : Feb 19, 2024, 1:35 PM IST

રોકડ અને સોનાની કડીની લૂંટ મચાવી

સુરત : સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડપુર ગામ આવેલ નિશાળ ફળિયામાં આવેલ ભેંસના તબેલા પર લૂંટની ઘટના બની હતી.ગત તારીખ 8-2-2024 ની મોડી રાત્રે ચાર જેટલા અજાણ્યા ઈસમો તબેલા પર આવ્યા હતાં અને તબેલા પર સૂતેલા જેસાભાઈ હરદાસભાઈ રાવલીયાને દબોચી લીધા હતા.

મોઢામાં રૂમાલનો ડૂચો મારી દીધો : લૂંટારુ ટોળકીએ આ પછી તબેલાના રૂમની ચાવી માંગી હતી. જોકે જેસાભાઈએ બૂમાબૂમ કરતા ચારેય ઈસમો પૈકી એક ઈસમે લોખંડના પાઇપથી એક સપાટો માથામાં અને ડાબા હાથે મારી હત્યાની ધમકી આપી મોઢામાં રૂમાલનો ડૂચો મારી દીધો હતો. જેસાભાઈના ખિસ્સામાં રહેલ 6000 રોકડા અને કબાટમાં રહેલ 50000 રોકડ તેમજ અડધા તોલાની કાનમાં પહેરવાની કડીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં.

હાલ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ : ગંભીર ઈજાઓ પામેલા જેસાભાઇને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. ત્યારે ભોગ બનનનાર જેસાભાઈ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેઓએ સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરી હતી. માંડવી પોલીસે અજાણ્યા ચાર લૂંટારુઓ વિરૂદ્ધ IPC કલમ 394,457,325,506 (2) મુજબનો ગુનો દાખલ કર્યો હતો.હાલ સમગ્ર કેસની તપાસ માંડવી પોલીસ મથકના પીએસઆઈ એ ટી રાઠવા કરી રહ્યા છે.

લૂંટારુ ટોળકી પકડવા તજવીજ શરુ :માંડવી પોલીસ મથકના પીએસઆઈ એ ટી રાઠવાએ જણાવ્યું હતું કે ભેંસના તબેલા પર લૂંટની બનેલી ઘટનાની ફરિયાદ હાલ અમને મળી છે. ભોગ બનનાર જેસાભાઈની ફરિયાદની આધારે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલા ઇસમોને ઝડપી લેવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

  1. Surat Crime : લૂંટારુ ટોળકીએ મિલ માલિકના 27 લાખના સોનાના દાગીના લૂંટી લીધાં, મદદ લેવાના બહાને કાર થોભાવડાવી
  2. Surat Crime : હાઇવે પર મદદ માંગવાના બહાને લૂંટ, ત્રણ મહિલા સહિત મુખ્ય આરોપી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details