ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો સુરત : કામરેજના હલધરૂ ગામે નજીવી બાબતે અદાવત રાખી ઉશ્કેરાઇ ગયેલા પાડોશીઓએ દંપતિ ને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવાનાં મામલે કામરેજ પોલીસ મથકે ચાર ઇસમો વિરૂધ ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી.
ઘટનાની વિગત : પ્રાપ્ત માહિતી અનુસાર પૂજાબેન રવિસિંગ ઠાકોર રહે પ્રથમ સોસાયટી હલધરુ ગામ તા.કામરેજ ઉપરોક્ત સરનામે રહી ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે પતિનાં ટેમ્પાનાં મજૂરો સાથે જેમનાં પાડોશીની નજીવી બોલાચાલી થઇ હતી. જોકે સદર નજીવી બાબતે પાડોશી દ્વારા અદાવત રાખી ઉપરોક્ત દંપતિ અને દિયરને પાડોશીઓ દ્વારા નાલાયક ગાળો આપી લાકડીનાં સપાટા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
કામરેજ પોલીસ મથકે ફરિયાદ : પાડોશીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાર બાદ પૂજાબેને સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરતા હાલ પોલીસે (1) ભોલા, (2) ગુડ્ડ, (3) ભોલાનો મોટો ભાઈ, (4) ભોલા નો નાના ભાઇ વિરૂધ 323, 504, 506(2), 427, 120(બી), 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.સુરતના કામરેજનાં હલધરૂ ગામે નજીવી બાબતે ઉશ્કેરાયેલા પાડોશીઓએ દંપતિને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવને લઇને કામરેજ પોલીસે ચાર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
કામરેજ પોલીસે નિવેદનો નોંધ્યાં : કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બનેલી મારામારીની ઘટનાને લઇને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી તેમજ આજુબાજુમાં રહેતા લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. હાલ મળેલ ફરિયાદ મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે.
- Surat Crime : કામરેજના કઠોદરામાં બે મહિલાઓએ જૂની અદાવતમાં એક મહિલાને ઢોર માર માર્યો
- Bomb Threat: વડોદરા રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો, ISI તરીકે ઓળખ આપી