ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, અંકલેશ્વરની ફેકટરીમાં MD ડ્રગ્સ બનાવી વેચાણ કરતો આરોપી ઝડપાયો - SURAT CRIME NEWS

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અંકલેશ્વરની ફેકટરીમાં એમ.ડી. ડ્રગ્સ બનાવી તેનું સુરત અને મુંબઈમાં સપ્લાય કરતા આરોપી હીરા દલાલને ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ,
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 7:08 PM IST

સુરત: અંકલેશ્વરની ફેકટરીમાં એમ.ડી. ડ્રગ્સ બનાવી તેનું સુરત અને મુંબઈમાં સપ્લાય કરવાના આ પ્રકરણમાં વોન્ટેડ હીરા દલાલને સુરત ક્રાઈમ બ્રાન્ચે કતારગામ દરવાજા બ્રિજ પાસેથી ઝડપી લીધો છે. હીરા દલાલ કે જે અંકલેશ્વરની કંપનીમાં લેબ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતા હતા તેઓ તેમના માસીયાઈ ભાઈ પાસેથી અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા MD ડ્રગ્સમાં રૂપિયા 6 લાખમાં એક કિલો એમ.ડી. ડ્રગ્સ ખરીદી તેને રૂ. 8.50 લાખમાં વેચતા હતા અને જેથી તેમને રૂપિયા 1.50 લાખનું કમિશન મળતું હતું.

ડ્રગ્સના વેચાણમાં 1.50 લાખનું કમિશન: સુરતની મોબાઈલ સ્નેચીંગ સ્ક્વોડની ટીમને મળેલી બાતમીના આધારે પલક બકુલભાઈ પટેલ (32)ને કતારગામ દરવાજા બ્રિજ પાસેથી ઝડપી લીધો હતો. હીરા દલાલ તરીકે કામ કરતો પલક અંકલેશ્વરની કંપનીમાં લેબ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતા હતા અને અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા તેમના માસીયાઈ ભાઈ વિરાટ પાસેથી રૂ.6 લાખમાં એક કિલો એમ.ડી. ડ્રગ્સ ખરીદી રૂ. 8.50 લાખમાં વેચતો હતો અને તેમાં પણ રૂપિયા 1.50 લાખનું કમિશન લેતા હતા. તે બાદમાં તેના સાગરિતો મારફતે ડ્રગ્સ વેચતા હતા. પલક પટેલે 10 વર્ષ અગાઉ કતારગામ વિસ્તારમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડામાં હત્યા કરી હતી અને હાલ તેમાં જામીન ઉપર મુક્ત છે.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, (Etv Bharat Gujarat)

ઉલ્લેખનીય છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત ગ્રામ્ય એસઓજી સાથે મળી વેલંજા ગામ રંગીલા ચોકડી પાસેથી બે કિલોથી વધુ એમ.ડી. ડ્રગ્સ સાથે કારમાં સવાર ત્રણ કર્મચારી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ, વિપુલ પટેલને ઝડપ્યા બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં અવસર એન્ટરપ્રાઈઝના સંચાલક વિપુલકુમાર પટેલને 141 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ અને 427.95 કિલોગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ સાથે પકડયો હતો. ફેકટરીમાં એમ.ડી ડ્રગ્સ બનાવી સુરત મુંબઇ સપ્લાય કરવાનો નેટવર્ક પકડાયું હતું.

કેવી રીતે ઝડપાયા આરોપી?: તમામની પુછપરછમાં અવસર એન્ટરપ્રાઈઝનો સંચાલક વિપુલકુમાર પટેલ છેલ્લા બે મહિનાથી કેમિકલ ફાર્મા પ્રોડક્ટ બનાવતી કંપનીમાં એચઆર વિભાગના મોન્ટુ, લેબ ઈન્ચાર્જ વિરાટ અને કેમિસ્ટ વિપુલ સાથે મળી કંપનીમાં તેના માલિક અનિલ અમીનની જાણ બહાર એમ.ડી. ડ્રગ્સ બનાવતો હતો અને વિરાટના માસીના દીકરા પલક પટેલ મારફતે મુંબઈ અને સુરતમાં વેચાણ કરતા હતા. તેમણે એક વખત બે કિલો એમ.ડી.ડ્રગ્સ મુંબઈ મોકલ્યું હતું. જયારે સુરતમાં છૂટક વેચાણ કર્યું હતું. બીજી વખત બનાવેલું એમ.ડી. ડ્રગ્સ તેઓ આપવા જતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો:

  1. 11 વર્ષે ઝડપાયો સુરતનો "બાઈક ચોર", ક્રાઇમ બ્રાન્ચે દેવભૂમિ દ્વારકાથી પકડ્યો
  2. મોરબીમાં ડુપ્લીકેટ એન્જીન ઓઇલ વેચાણનો પર્દાફાશ, SMC ટીમે બે ઈસમોને ઝડપ્યા

ABOUT THE AUTHOR

...view details