સુરત: દેશના હિન્દુવાદી નેતાઓને ટાર્ગેટ કરનાર અને તેમને ધમકી આપી હત્યા માટેનું કાવતરું રચનાર સુરતના મૌલવી સોહેલ અબુબકર ટિમોલ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે શનિવારે ધરપકડ કરી હતી. આજે સુરતની કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. સુરત કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત DCB પોલીસે મૌલવીના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
10 દિવસના રિમાન્ડ પર મૌલવી સોહેલ અબુબકર ટિમોલ, હિન્દુવાદી નેતા હતા નિશાને - Surat Police - SURAT POLICE
હિન્દુવાદી નેતાઓને ધમકી અને તેમની હત્યાનું ષડયંત્ર ઘડનાર મુખ્ય સુત્રધાર મૌલવી સોહેલ અબુબકર ટિમોલને આજે સુરતની કોર્ટમાં રજૂ કરવામા આવ્યો હતો. સુરત કોર્ટે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સુરત DCB પોલીસે મૌલવીના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. Maulvi Sohail Abubakar Timol police remand
Published : May 5, 2024, 4:06 PM IST
મૌલવીએ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા, હૈદરાબાદના હિન્દુવાદી નેતા રાજા સિંહ અને નુપુર શર્મા જેવા આ તમામ લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું આ મૌલવીએ પાકિસ્તાન વિયતનામ ઇન્ડોનેશિયા નેપાલ સહિતના લોકોના સંપર્કમાં રહીને તેમને ધમકી અને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ખાસ તો મૌલવી સોહેલ અબુબકર પાકિસ્તાનના હેન્ડલર ડોગરભાઈ અને નેપાળના શહેનાઝ નામના શખ્સના સંપર્ક માં હતો.
કોણ છે આરોપી: મૌલવી સોહેલ અબુબકર ટિમોલ સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલી એક મદ્રે,સામાં મૌલવી તરીકે બાળકોને ભણાવે છે, તે મુળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો રહેવાસી છે અને ઘણા સમયથી સુરત જિલ્લાના કઠોળ ગામ ખાતે આવેલા મદરેસામાં તાલીમ આપે છે તેણે 'આમીલ ' ની પદવી પણ મેળવી છે. આ ઉપરાંત તે લસકાણા ખાતે આવેલા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી પણ કરે છે.