સુરત: જિલ્લામાં અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને ખાડીઓ ઓવરફ્લો થઈ હતી. ખાડીઓના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા.ત્યારે અત્યાર સુધીમાં સુરત સિટીમાં કુલ 45 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. જેને લઇને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વધુ વરસાદ વરસવાની શક્યતાઓ છે.
સુરત શહેરમાં અત્યાર સુધીમાં 45 ઇંચ વરસાદ ખાબક્યો, સિઝનના સરેરાશ વરસાદથી માત્ર 11 ઇંચ જ હવે બાકી - Surat Rain - SURAT RAIN
સુરત જિલ્લામાં અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેને લઇને ખાડીઓ ઓવરફ્લો થઈ હતી. ખાડીઓના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા.
Published : Jul 31, 2024, 1:05 PM IST
છેલ્લા 4 દિવસથી શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ખોટી પડ્યા બાદ સોમવારે 2 ઇંચ વરસાદ થયો હતો, જેમાં સેન્ટ્રલ ઝોન અને રાંદેરમાં 2-2 ઇંચ, કતારગામમાં 1.3 ઇંચ. ઉધનામાં 1.1 ઇંચ અને વરાછા, સરથાણા, લિંબાયત અને અઠવામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
આ સાથે શહેરનો સિઝનનો કુલ વરસાદ 45 ઇંચ વરસી ગયો છે. હવે 100 ટકા એટલે કે સરેરાશ 56 ઈંચ વરસાદમાં 11 ઈંચ જ બાકી છે. જો કે, ઓગસ્ટ મહિનો આખો બાકી હોવાથી 100 ટકાથી વધુ વરસાદ થવાની શક્યતા છે. સુરત ગ્રામ્યમાં પણ સાર્વત્રિક વરસાદ હતો. જેમાં ઓલપાડમાં 2 ઇંચ, માંગરોળમાં 0.3 ઇંચ, ઉમરપાડામાં 1 ઇંચ, માંડવીમાં 0.4 ઇંચ, કામરેજમાં 0.3 ઇંચ, ચોર્યાસીમાં 2 ઇંચ, પલસાણામાં 1.3 ઇંચ, બારડોલીમાં 0.8 ઇંચ, મહુવામાં 0.9 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદી સિસ્ટમ નબળી પડતાં આગામી બે દિવસ શહેરમાં સામાન્ય કે નહીંવત વરસાદની આગાહી કરવામાં આવી છે.