ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતઃ કેનેડાના Visaના નામે કામરેજના યુવક પાસે 10 લાખ લઈ દુબઈ ઉતાર્યો - VISA FRAUD IN SURAT

કતારગામની લક્ષ્મી એન્કલેવમાં સીઇસી માઇગ્રેશન નામે Visaની ઓફિસ ચલાવતા ત્રણે કામરેજના યુવકને કેનેડા નોકરી માટેનું કહી 10 લાખ પડાવી દુબઈ લઈ ગયા...

કેનેડાના વિઝાના નામે યુવક સાથે છેતરપીંડી
કેનેડાના વિઝાના નામે યુવક સાથે છેતરપીંડી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 27, 2025, 9:27 PM IST

સુરત:કતારગામની લક્ષ્મી એન્કલેવમાં સીઇસી માઇગ્રેશન નામે Visaની ઓફિસ ચલાવતા ત્રણે કામરેજના યુવકને કેનેડા નોકરી માટેનું કહી 10 લાખ પડાવી લઈ દુબઈ લઈ ગયા હતા. જ્યાંથી થોડા સમય બાદ પરત ફરેલા યુવકે રકમની માંગણી કરતા પૈસા પરત નહીં મળતા આર્થિક રીતે સદ્ધર નહીં એવા યુવકે ટેન્શનમાં આવી જંતુનાશક દવા પી લીધી હતી. આખરે તેને સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ભોગ બનેલા યુવકે ત્રણેય સામે કામરેજ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી.

કામરેજના નનસાડ ખાતે રહેતા 29 વર્ષીય યુવક છૂટક નોકરી કરે છે. કતારગામ વિસ્તારમા આવેલી સીઇસી માઈગ્રેશન નામક ઓફિસના દિપક સાવલીયા, આશિષ મોવલીયા તેમજ દિવ્યા મોવલીયાને ગત વર્ષ 2023ના નવેમ્બર માસમાં કેનેડા નોકરી માટેના નનસાડના યુવકે 8 લાખ રોકડા તેમજ 2 લાખ ચેક મારફતે મળી 10 લાખ ચૂકવ્યા હતા. ત્યાર બાદ યુવકને વાયા દુબઈ કેનેડા લઇ જવાની વાત કરી હતી, પરંતુ કેનેડાના બદલે દુબઈ ખાતે લઈ જવાયો હતો. જ્યાં યુવક થોડા મહિનાના રોકાણ બાદ ભારત પરત ફર્યો હતો, પરત ફરેલા યુવકે ત્રણેય પાસે રકમ પરત માંગતા ફકત 2 લાખ આવ્યા હતા. બીજી રકમ પાછી મળી ન હતી. પોતાની આર્થિક પરિસ્થતિ સારી ના હોય સતત ટેન્શનમાં રહેતા યુવકે પોતાના રહેઠાણ સ્થળે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. ઘટનાને પગલે તેને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

કેનેડાના વિઝાના નામે યુવક સાથે છેતરપીંડી (Etv Bharat Gujarat)
  1. VIDEO: જાનૈયા સાઈડમાં રહી ગયા અને વર-કન્યા પક્ષના DJવાળા વચ્ચે હરિફાઈ જામી, પછી થઈ પોલીસની એન્ટ્રી
  2. નવસારી: દોઢ વર્ષથી આચાર્ય વિના શાળા ચાલતી હતી, રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્કૂળને તાળાબંધી કરી દીધી

ABOUT THE AUTHOR

...view details