અમદાવાદ:શહેરના રિવરફ્રન્ટ ખાતે આજરોજ 3 જાન્યુઆરીથી ઇન્ટરનેશનલ ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અને આસપાસના રાજ્યમાંથી પણ લોકો ફ્લાવર શો જોવા માટે આવી રહ્યા છે. ત્યારે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના ફેમસ પાત્ર સુંદરલાલ એટલે કે મયુર વાકાણી પણ અમદાવાદ ફ્લાવર શો જોવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ETV Bharat સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી.
અમદાવાદમાં યોજાયેલ ફ્લાવર શોના પહેલા દિવસે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સુંદરલાલ એટલે કે મયુર વાકાણી મુલાકાત માટે પહોંચ્યા હતા. મયુર વાકાણીએ અમદાવાદના ફ્લાવર શો વિશે વાત કરતા કહ્યું હતું કે, 'અમદાવાદના સાબરમતી કાંઠો એ આપણને સૌને મળેલી એક અદભુત ભેટ છે.'
અમદાવાદના ફ્લાવર શોમાં પહોંચ્યા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સુંદરલાલ (Etv Bharat Gujarat) નવા વર્ષની શરૂઆત શહેરી જનોને ફ્લાવર શો આપીને કરાઈ:વધુમાં મયુર વાકાણીએ વાત કરી હતી કે, "ઘણી બધી જગ્યાએ દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં ફ્લાવર શો થતો હોય છે, અત્યારે 2025 ની શરૂઆતમાં અમદાવાદમાં પણ દર વર્ષે જે ફ્લાવર શો યોજાય છે તે મજાની વાત છે. વર્ષની શરૂઆતમાં કોઈક તમને શુભેચ્છા પાઠવવા માટે પુષ્પ ગુચ્છ આપે ત્યારે AMC દ્વારા તો શહેરીજનોને શુભેચ્છા પાઠવવા માટે આખો ફ્લાવર શો આપેલો છે જે આખો ફ્લાવર્સથી ભરેલો છે આનાથી મોટી શુભેચ્છા તો બીજી શું હોઈ શકે."
અમદાવાદમાં યોજાયો ફ્લાવર શો (Etv Bharat Gujarat) આગળ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 'આ ફ્લાવરનું આયોજન પણ ખૂબ સરસ મજાનું છે. અલગ અલગ પ્રકારના લય વિલયમાંથી પસાર થવાની મજા પણ કંઈક અલગ જ છે.'
પ્રવેશ દ્વારા પર બે એશિયાઈ એલિફન્ટ પુષ્પવર્ષા કરે છે:અમદાવાદના ફ્લાવર શોનાપ્રવેશ દ્વારમાં જ બે એશિયાઈ એલિફન્ટ પુષ્પવર્ષા કરી રહ્યા છે. આ એલિફન્ટ એટલે કે હાથી મુલાકાતે આવતા મહેમાનો પર પુષ્પ વર્ષા કરે છે. ત્યાંથી આગળ જતા સાત ગમાનો છે જેમાં જીવનના સાતે સાત તબક્કા વાળા નાગરિકો મહેમાનો અહીંથી પસાર થાય છે. તમારા જીવનના તમામ સ્ટેજ તમે સ્વસ્થ રીતે પસાર કરો તે માટે તેમાંથી પસાર થવાની પણ સરસ મજાની વિભાવના છે."
અમદાવાદમાં યોજાયો ફ્લાવર શો (Etv Bharat Gujarat) બે બલ્સ ગુજરાતના આર્થિક વિકાસના પ્રતીક છે: ત્યાંથી આગળ જતાં બે બુલ્સ છે જે ગુજરાતના આર્થિક વિકાસના પ્રતિક છે, તેની પાસે એક સરસ મજાનો પૂરોથી સજાવેલો મોર છે. તેનાથી આગળ છે એશિયનટીક લાયન કે જે ગુજરાતના 674 કરતા વધારે સિંહો ગર્જના કરી રહ્યા છે તે માત્ર ગુજરાતનું નહીં, ભારત વર્ષનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગર્વ છે.
અમદાવાદની ઓળખ સમો કીર્તિસ્થંભ પણ પ્રદર્શિત: આગળ નંદી છે, બૃહદેશ્વર તેની આગળ ગરબા રમતી સ્ત્રીઓ છે, કેમલ્સ છે અને અમદાવાદની ઓળખ સમો કીર્તિસ્થંભ હેરિટેજ ને પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. અંતે કહી શકાય કે આ વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે બુકે, અહીંનો સૌથી મોટું બુકે એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. આ બુકેને પણ ફૂલોથી સજાવવામાં આવ્યું છે.
આ લાભ કોઈપણ અમદાવાદીએ જતો ન કરવો જોઈએ:આમ આ ફ્લાવર શો જો તમે જોવા જાવ તો અનેક વિવિધ રંગો, અદભુત ફૂલો અને કહીએ તો રોઝ ગાર્ડનની ખુશ્બુ આ બધું જોવાનો, માણવાનો લાભ કોઈપણ અમદાવાદીએ જતો ન કરવો જોઈએ. સૌ કોઈ પ્રવાસીઓએ અહીં આવવું જોઈએ અને અમદાવાદના આ ફ્લાવર્સનો લાભ લેવો જોઈએ.
આ પણ વાંચો:
- સપ્તક સંગીત સમારોહ દિવસ 2 : સપ્તકના મામાએ વીણાના તાર છેડ્યા, પિતા-પુત્રની જુગલબંધીએ ધૂમ મચાવી
- 63 વર્ષીય મહેસાણા ડૉક્ટરે 34 કલાકમાં 675 કિમી સાયકલ ચલાવી, રચી અનોખી સિદ્ધિ