અમદાવાદ: જિલ્લાના નવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓએ નવા કલેક્ટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા અને શુભેચ્છા પાઠવી હતી.
કોણ છે IAS સુજીત કુમાર ?
આ અંગે અમદાવાદ કલેક્ટર ઓફિસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, કલેક્ટર સુજીત કુમાર વર્ષ 2010ની કેડરના IAS (IAS) અધિકારી છે. મૂળ બિહારના વતની એવા સુજીત કુમાર B.A, M.A તથા M.PHILની પદવી ધરાવે છે. IAS સુજીત કુમારે ઉપરાષ્ટ્રપતિ તેમજ કેન્દ્રીય મંત્રીઓના અંગત સચિવ (PS) તરીકે ફરજ બજાવેલી છે.
અમદાવાદના નવા કલેકટર સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો (Etv Bharat Gujarat) પ્રશાસનનો બહોળો અનુભવ:
IAS સુજીત કુમાર છેલ્લે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લાં 15 વર્ષથી સનદી અધિકારી તરીકે સેવારત IAS સુજીત કુમાર પ્રશાસનનો બહોળો અનુભવ ધરાવે છે. આજે તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર અને જિલ્લામાં મેજિસ્ટ્રેટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:
- ઓઢવ બાદ હવે રાણીપમાં ડિમોલિશન? 288 ઘરોને AMCએ નોટિસ આપતા સ્થાનિકોનો હોબાળો
- 'જ્યારે ગુલબર્ગ સોસાયટીનો ચુકાદો આવ્યો ત્યારે મારી માતાને ખૂબ જ અફસોસ થયો': ઝકિયા જાફરીના પુત્ર