રાજકોટ :સ્વર્ગીય સુબ્રોતો રોય સહારાએ શરુ કરેલી અને અનેક રોકાણકારોને આકર્ષતી સહારા ઇન્ડિયા પરિવારની રોકાણની સ્કીમ હાલમાં રોકાણકારોને રાતા પાણીએ રોવડાવી રહી છે. કંપની કાર્યરત હોવા છતાં કંપનીનો કોઈ ધણી ધોરી નથી. તેવી પરિસ્થિતિમાં સહારા ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી જુદી જુદી સ્કીમોમાં રાજકોટ સ્થિત રોકાણકારોના અંદાજે 200 કરોડ રૂપિયા સલવાયેલા પડ્યા છે.
જીવનભરની કમાણી સહારામાં ફસાણી : રોકાણકારોએ રાજકોટ પોલીસ કમિશનરને કરી રજૂઆત - Sahara India family scheme - SAHARA INDIA FAMILY SCHEME
રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે સહારા ઇન્ડિયા પરિવારના રોકાણકારોએ નિવેદન આપ્યું છે. આ રોકાણકારો કેટલાય રુપિયા અને કેટલાકની જીવનભરની કમાણી કેટલાય વર્ષોથી સહારા ઇન્ડિયામાં સલવાયેલી છે. જુઓ શું છે મામલો...
Published : May 16, 2024, 7:04 PM IST
રોકાણકારોની વિકટ પરિસ્થિતિ : સહારા ઈન્ડિયાની જુદી જુદી રોકાણની સ્કીમોમાં નાણાં રોકનારા નિવેશકોએ આજે રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય પગલાં લેવા અને નાણાં પરત અપાવવા માટે અરજ કરી હતી. રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યા પછી આ રોકાણકારોએ પોલીસ કમિશનર કચેરી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, કંપની કાર્યરત નથી તેવું નથી, પણ કંપની કાર્યરત હોવા છતાં કોઈ જવાબદાર વ્યક્તિ જવાબ નથી આપતા. બચત કરેલા નાણાંની જ્યારે અમને તાતી જરૂરિયાત હોય ત્યારે નાણાં પરત ન મળતા પોલીસને આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી.
એજન્ટોની સ્થિતિ તો વધુ ખરાબ :એક બાજુ જ્યારે સહારા પરિવારમાં રોકાણ કરવામાં આવેલા નાણાં પરત મેળવવા રોકાણકારોને કોઈ જવાબ નથી આપી રહ્યું. ત્યારે બીજી બાજુ સહારા ઇન્ડિયા પરિવારમાં રોકાણ કરાવનાર એજન્ટોને રોકાણકારો ધમકી આપી રહ્યા છે. આ એજન્ટોની પરિસ્થિતિ આગે કુવા પીછે ખાઈ જેવી થઈ ગઈ છે. કોઈપણ પરિસ્થિતિમાં રોકાણકારો એજન્ટોને તેમના થકી સહારા ઇન્ડિયા પરિવારમાં રોકવામાં આવેલા નાણાં પરત કરવા ફરજ પાડી રહ્યા છે.