સુરત:કામરેજ કેનાલ રોડ પર આવેલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા રિદ્ધિબેન ભૂપતભાઈ કલસરિયા (ઉ.વ.17) એ પોતાના ઘરે ઉલ્ટી કરતાં તેમને સારવાર માટે કામરેજની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેમની તબિયત વધુ બગડતા તેમને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
કામરેજની વિધાર્થિનીએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું - Surat Student Suicide - SURAT STUDENT SUICIDE
કામરેજની હરિદ્વાર સોસાયટીમાં રહેતી 17 વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતાં સારવાર માટે સુરતના સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
Published : Mar 27, 2024, 11:02 AM IST
જ્યાં જાણવા મળ્યું હતું કે, રિધ્ધિ છેલ્લા ત્રણ ચાર દિવસથી બીમાર હતી અને ટાઈફોઈડની સારવાર ચાલી રહી હતી. આ દરમ્યાન ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત થયું હતુ. હાલ આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
કામરેજ પોલીસ મથકના PI ઓમદેવ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સગીરાની આપઘાતની ઘટના કામરેજ ગામે બની છે. મૃતક સગીરાનું નામ રિદ્ધિ છે. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.