ગુજરાત

gujarat

ETV Bharat / state

ધો.10-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર, પરીક્ષાની હોલ ટિકિટ આજથી મળશે - GUJARAT BOARD EXAM

ધો.10, ધો. 12 કોમર્સ-સામાન્ય પ્રવાહ તથા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે હોલટિકિટ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2025, 6:18 PM IST

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી ફેબ્રુઆરી 2025થી બોર્ડની પરીક્ષાનું (Board Exam) આયોજન કરવામાં આવ્યું છે. ધો.10, ધો. 12 કોમર્સ-સામાન્ય પ્રવાહ તથા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે હોલટિકિટ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવી છે. ખાસ છે કે આ વખતે બોર્ડની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થશે.

કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ?
આગામી 27મી માર્ચથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા gen.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળાનો ઈન્ડેક્ષ નંબર તથા શાળાના નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ ID દ્વારા લોગિન કરીને ડાઉનલોડ કરી શકાશે. બોર્ડ દ્વારા સૂચના અપાઈ છે કે પ્રવશપત્ર ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓના વિષયો/માધ્યમોની ખરાઈ કરીને ફોર્મમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી કરવાની રહેશે.

27 ફેબ્રુઆરીથી લેવાશે બોર્ડની પરીક્ષા
ખાસ છે કે, ધો.10-12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને 13 માર્ચ સુધીમાં સમાપ્ત થશે. આ પહેલીવાર છે કે બોર્ડ દ્વારા માર્ચના બદલે ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:

બોર્ડની પરીક્ષાની તૈયારી: ભાવનગરમાં ધો.10ના તમામ વિદ્યાર્થીઓ માટે MCQ ટેસ્ટનું આયોજન, રજિસ્ટ્રેશન શરૂ થયું

ABOUT THE AUTHOR

...view details