મોરબી: સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન પરમારના માર્ગદર્શન હેઠળ SMCની ટીમે બાતમીને આધારે પીપળીયા ચાર રસ્તા માળિયા જામનગર હાઇવે પર વીરપરડા ગામ નજીક ઓમ બનના હોટેલ કમ્પાઉન્ડમાં રેડ કરી હતી. આ હોટેલના ગ્રાઉન્ડમાં પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ પરથી ચોરાઉ ડીઝલનો ૧૫,૨૦૦ લીટર જથ્થો કીમત રૂ ૧૩,૯૮,૪૦૦ રૂપિયા સાથે ૫૨૦૦ લીટર પેટ્રોલનો જથ્થો જેની કિંમત રૂ ૪,૮૮,૨૦૦ સહિત ટેન્કર , મારુતિ સ્વીફ્ટ કાર, મહિન્દ્રા થાર જીપ, મોબાઈલ ફોન, પાઈપ, ડોલ અને કટર જેવા સાધનો મળીને કુલ રૂ ૪૭, ૦૫,૦૮૫ રૂપિયાની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીસકર્મી સહીત નવને ઝડપાયા:રેડ દરમિયાન સ્થળ પરથી આરોપી નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી રહે રાજસ્થાન, ગોવિંદ હડમનરામજી બાવરી રહે રાજસ્થાન, સંતોક ચમનારામ બાવરી રહે રાજસ્થાન, પ્રકાશ નથુરામ બાવરી રહે રાજસ્થાન અને હીરાલાલ ધરમલાલ બાવરી રહે રાજસ્થાન, શક્તિસિંહ મધુભા જાડેજા રહે રાજસ્થાન, ટેન્કરનો માલિક અને ડ્રાઈવર, રાજેશ ઉર્ફે રજુ દેવાભાઈ ખુંગલા રહે મોરબી, ડ્રાઈવર રાજેશ રામજીભાઈ મારવાણીયા રહે રાજપર તા. મોરબી સ્વીફ્ટ જીજે ૩૬ આરબી ૮૬૦૭ માં ચોરીનું ડીઝલ અને પેટ્રોલ લેવા આવનાર અને ભરત પ્રભાતભાઈ મિયાત્રા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ ક્વાર્ટર મોરબી રહે કુબેરનગર અક્ષરધામ મોરબી જે મુખ્ય આરોપીનો પાર્ટનર એમ કુલ નવ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે