ગુજરાત

gujarat

ETV Bharat / state

મહાશિવરાત્રી મેળા માટે વિશેષ ટ્રેન, વેરાવળથી ગાંધીધામ વચ્ચે પાંચ દિવસ દોડશે - SPECIAL TRAIN FOR SHIVARATRI

વિશેષ ભાડા પર 23મી તારીખ, રવિવારથી શરૂ થઈને આ ટ્રેન 27 મી ફેબ્રુઆરી ગુરુવાર સુધી વેરાવળ ગાંધીધામ વચ્ચે દોડતી જોવા મળશે.

મહાશિવરાત્રી મેળા માટે શરૂ કરાઇ વિશેષ ટ્રેન
મહાશિવરાત્રી મેળા માટે શરૂ કરાઇ વિશેષ ટ્રેન (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2025, 6:54 AM IST

જૂનાગઢ:ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રી મેળા દરમિયાન કચ્છથી કાઠિયાવાડ સુધીના ભાવિકો ટ્રેન મારફતે મેળો માણી શકે તે માટે ભાવનગર ડિવિઝન દ્વારા વિશેષ મહાશિવરાત્રી મેળા ટ્રેનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. વિશેષ ભાડા પર 23મી તારીખ, રવિવારથી શરૂ થઈને આ ટ્રેન 27 મી ફેબ્રુઆરી ગુરુવાર સુધી વેરાવળ ગાંધીધામ વચ્ચે દોડતી જોવા મળશે.

મહાશિવરાત્રી મેળામાં વિશેષ ટ્રેન: ગરવા ગિરનારની ગોદમાં આદિ અનાદિ કાળથી આયોજિત થતો આવતો મહાશિવરાત્રીનો મેળો શિવભક્તો માટે મહત્વનો બની રહે છે. ત્યારે કચ્છથી લઈને કાઠિયાવાડ સુધીના ભાવિકો મહાશિવરાત્રી મેળામાં સામેલ થઈ શકે તે માટે ભાવનગર ડિવિઝન દ્વારા મેળાના દિવસો દરમિયાન 23 ફેબ્રુઆરી, રવિવારથી લઈને 27મી ફેબ્રુઆરી ગુરુવાર સુધી વેરાવળ ગાંધીધામ વચ્ચે વિશેષ મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. રવિવારથી શરૂ થઈ રહેલી આ ટ્રેન વિશેષ ભાડા સાથે ચાલતી જોવા મળશે.

વિશેષ ટ્રેનનું સમયપત્રક:વેરાવળથી શરૂ થઈ રહેલી વિશેષ ટ્રેન 09568 વેરાવળ જંકશનથી રાત્રે 9:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે આઠ કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેનના રુટમાં આવતા માળિયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વીરપુર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંક્શન, બોટાદ, ધંધુકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે. વિશેષ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સુપરફાસ્ટ મેલ અથવા એક્સપ્રેસનું ભાડું વસૂલવામાં આવશે. રવિવારથી શરૂ કરીને ગુરુવાર સુધી પાંચ દિવસ દરમિયાન વેરાવળ ગાંધીધામ વચ્ચે આ ટ્રેન દોડતી જોવા મળશે.

વેરાવળથી ગાંધીધામ વચ્ચે પાંચ દિવસ દોડતી જોવા મળશે ટ્રેન (western railway)

ગાંધીધામ થી સવારે 10:00 કલાકે ઉપડશે:મહા શિવરાત્રી મેળા વિશેષ ટ્રેન ગાંધીધામથી સવારે 10 વાગ્યે અને 10 મિનિટે ઉપડશે અને તેજ દિવસે સાંજે 5:40 મિનિટે વેરાવળ પહોંચશે. આ ટ્રેન વેરાવળથી ગાંધીધામ વચ્ચે જે સ્ટેશન રહ્યા છે તે સ્ટેશન ઉપર પ્રવાસીઓ માટે સ્ટોપ કરશે. મેળા વિશે સ્પેશિયલ ટ્રેનનું એડવાન્સ બુકિંગ 22 તારીખ અને શનિવારથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસી (IRCTC) વેબસાઈટ પર થઈ શકશે.

આ પણ વાંચો:

  1. મહાકુંભ જઈ રહેલી ટ્રેનમાં કોચના દરવાજા જ ન ખુલ્યા, મુસાફરોએ ટ્રેક પર કર્યુ પ્રદર્શન, 40 મિનિટ સુધી પરિવહન સેવા ખોરવાઈ
  2. મુંબઈ: ચાલતી ટ્રેનમાં ચડવા જતા પડી ગયો મુસાફર, પોલીસકર્મીની સતર્કતાએ જીવ બચાવ્યો

ABOUT THE AUTHOR

...view details