અમરેલી:અમરેલી અને જૂનાગઢ વચ્ચે પરિક્રમાને લઈને સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. મીટર ગેજ કનેક્શનમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે.
આગામી તારીખ 17 નવેમ્બર સુધી આ ટ્રેન ચાલશે. રેલ્વે તંત્ર દ્વારા અમરેલી-જૂનાગઢ-અમરેલી પરિક્રમા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આજે ટ્રેનને રવાના કરવામાં આવી છે.
ગિરનારની લીલી પરિક્રમાને લઇને અમરેલી અને જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરુ કરાઇ (Etv Bharat Gujarat) કેટલા વાગ્યે ઉપડશે:અમરેલીથી જૂનાગઢ જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલીથી સવારે 9:00 કલાકે ઉપડશે અને બપોરે 12:40 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે જૂનાગઢથી અમરેલી જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 3:30 કલાકે ઉપડશે અને સાંજે 7: 30 કલાકે અમરેલી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બીલખા, જૂની ચાવંડ, વિસાવદર, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી સ્ટેશન પર ઊભી રહેશે. અમરેલી જિલ્લામાં ટ્રેન મારફતે મોટી સંખ્યામાં યાત્રિકોને જૂનાગઢ સુધી પહોંચાડવા માટે રેલ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
- આણંદમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો, ફાયર ઓફિસરે આપી માહિતી
- અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે વધુ એક પુલ બનીને તૈયાર, જાણો ક્યાં બન્યો પુુલ અને શું છે ખાસિયત