ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઇવ, 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી - SURAT POLICE launched Special drive - SURAT POLICE LAUNCHED SPECIAL DRIVE

સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે. SURAT POLICE launched Special drive

ત્રણ દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી.
ત્રણ દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી. (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 4:58 PM IST

સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઇવ (Etv Bharat Gujarat)

સુરત:પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કડક અમલીકરણ કરી સ્પેશિયલ ડ્રાઇવ ચલાવામાં આવી રહી છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં કુલ 170 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે.

સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઇવ (Etv Bharat Gujarat)

રોંગ સાઈડ જતાં લોકો ઉપર કડક કાર્યવાહી: સુરતમાં નવા ટ્રાફિક સિસ્ટમને લઈને સુરતના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિકનું નિયમન કરતા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઈડ જતાં લોકો ઉપર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યા હતા. આઅ આદેશ મળતા જ સુરત પોલીસ હરકતમાં આવ્યું છે અને આજથી સુરત પોલીસ દ્વારા રોંગ સાઈડ ઉપર ચલાવતા વાહનો ઉપર સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. સમગ્ર પોલીસ તંત્ર નિંદ્રામાં ચાલતું હોય તેવું નજરે પડી રહ્યું હતું. પરંતુ રાજ્ય ગૃહમંત્રીના આદેશ આવતા જ સુરત પોલીસ તંત્ર જાગ્યું છે.

આ સ્પેશિયલ ડ્રાઈવમાં પોલીસ પાસે વાહન ચાલકો સામે નિયમોના ભંગ બદલ વધુ મેમો જનરેટ થયા હશે તેવા ચાલકોના લાયસન્સ રદ કરશે. જોકે બીજી બાજુ સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઇવ (Etv Bharat Gujarat)

લોકોને અપીલ કરવામાં આવી: આ બાબતને લઈને સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે, "સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર સુરત શહેરમાં અમારી 80થી વધારે ટીમો કામે લાગી છે. એમાં જે વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવતા હોય તેઓને સાવચેત કરવામાં આવે છે, અને તેઓને અપીલ કરવા આવે છે કે, તમે રોગ સાઈડમાં વાહન ચલાવીને તેમ પોતાના અને અન્ય લોકોની સુરક્ષાને હિતમાં નથી કારણ કે, તેનાથી અકસ્માત થઇ શકે છે. તેવી લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં જો કોઈ વાહન ચાલક વારંવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવે છે, તો તેમના વિરુદ્ધમાં સુરત ટ્રાફિક વિભાગ આરટીઓ વિભાગ સાથે મળીને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરી રહી છે. તે ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં કુલ 170 જેટલાં વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણ સ્પેશ્યિલ ડ્રાઇવનું આયોજન:આ સાથે આગામી દિવસોમાં રોંગ સાઈડની સાથે જે લોકો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય તેવા લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે. તે સાથે ઓવર સ્પીડમાં જતા વાહન-ચાલકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થશે. રોંગ સાઈડમાં, ફોન ઉપર વાત કરતા, અને ઓવર સ્પીડમાં વાહન ચલાવતા એમ કુલ ત્રણ સ્પેશ્યિલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણે ડ્રાઇવ વાહન ચાલકો માટે જોખમકારક, ભયજનક અને અકસ્માત માટે જવાબદાર હોય છે જેથી આવા ત્રણે સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે, અને તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.

  1. સુરતના પાલ વિસ્તારમાં પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંકતા વિવાદ થયો - Surat News
  2. કોસંબામાંથી રેલવે બ્રિજની નીચેથી મૃત નવજાત બાળકી મળી આવી, cctv ફૂટેજના આધારે માતાની ઓળખ થઈ - Incident of dead newborn girl

ABOUT THE AUTHOR

...view details