ટેક્સ નિષ્ણાંતોનું ખાસ વિશ્લેષણ (Etv Bharat Gujarat) અમદાવાદ :કેન્દ્રીય બજેટ 2024 અને NDA સરકારની જાહેરાતો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્રીય બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને રૂ. 75 હજાર કરવાની જાહેરાત કરી છે. નવી ટેક્સ વ્યવસ્થામાં રુ. 3 લાખ પગાર પર કોઈ ટેક્સ નહીં લાગે. પરંતુ રુ. 7 થી 10 લાખની આવક પર 10 ટકા, રુ. 10 થી 12 લાખની આવક પર 15 ટકા અને રુ. 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. ત્યારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ટેક્સ નિષ્ણાંતોએ બજેટ વિશ્લેષણ રજૂ કર્યું હતું.
કેન્દ્રીય બજેટમાં મહત્વના ભાગ તરીકે કરવેરાનો મુદ્દો હંમેશાથી લોકમુખે ચર્ચાતો આવ્યો છે. અમદાવાદમાં સાડા ચાર દાયકાથી કરવેરાની બજેટરી જોગવાઈઓને સરળ રીતે નાગરિકો સુધી લઈ જનાર આંતરરાષ્ટ્રીય કરવેરા નિષ્ણાત અને લેખક મુકેશ પટેલે કેન્દ્રીય બજેટમાં રજૂ કરેલ નવી કર પ્રણાલી અને જોગવાઇઓને સરળ રીતે ETV BHARAT સાથેના વિશેષ સંવાદમાં રજૂ કરી છે.
ટેક્સ નિષ્ણાંતોનું ખાસ વિશ્લેષણ (Etv Bharat Gujarat) - કેન્દ્રીય બજેટ ટેક્સ ફ્રેન્ડલી છે : CA ડો. સાવન ગોડિયાવાલા
ઈ-કોમર્સ ઓપરેટરો પર TDS દર 1% થી ઘટાડીને 0.1% કરવામાં આવ્યો છે. જ્યારે અમુક મિલકતો માટે કેપિટલ ગેઈન પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્ર સરકારના 2024-25 બજેટને ટેક્સ ફેન્ડલી તરીકે ઓળખાવનાર ચાર્ટડ એકાઉન્ટન્ટ અને જાણીતા કરવેરા નિષ્ણાત સાવન ગોડિયાવાલાએ ઉમેર્યું કે, વર્ષ 2024-25 ના બજેટથી કરદાતાને કર ચૂકવવામાં સરળતા રહેશે.
ટેક્સ નિષ્ણાંતોનું ખાસ વિશ્લેષણ (Etv Bharat Gujarat) - કરવેરામાં બદલાવ એ આર્થિક બદલાવની દિશામાં પહેલું કદમ : CA કેતન જોશી
કેન્દ્રીય બજેટમાં કરવેરામાં બદલાવ એ દેશમાં આર્થિક બદલાવની દિશામાં પહેલું કદમ છે. કોલકત્તાથી આવેલ કરવેરા નિષ્ણાંત કેતન જોશીએ ETV BHARAT સાથેના વિશેષ વાતચીતમાં જણાવ્યું કે, દેશને ગ્લોબલ સ્તરે લઈ જવામાં કરવેરાના દર અને તેની પ્રણાલીમાં બદલાવ એ આવશ્યક છે. જે અંગેની સ્પષ્ટતા વર્ષ 2024-25 ના બજેટમાં પ્રદર્શિત થાય છે.
ટેક્સ નિષ્ણાંતોનું ખાસ વિશ્લેષણ (Etv Bharat Gujarat) - આ ન્યૂટ્રલ બજેટ છે, સરકારે એક પાર્ટ આપ્યો, સામે એક પાર્ટ લીધો : CA વિવેક જોશી
સરકાર અમુક વર્ષોથી ટેક્સમાં કેપિટલ ગેઇનના ફાયદા આપતી હતી, જે શેર માર્કેટ અંગે લોકોને જાગૃત કરતી હતી. હવે સરકારનો આ ઉદેશ્ય ધીરે ધીરે લોકો સુધી પહોંચ્યો છે અને તેમને સમજાયો છે. આથી હવે સરકાર તેમાં બદલાવ કરી રહી છે. એક તરફ સરકારે ટેક્સ વધાર્યો છે, તો બીજી તરફ લાંબા ગાળાના કેપિટલ ગેઇનમાં લાભ પણ આપ્યો છે.
- GCCIના પ્રમુખ સહિતના પદાધિકારીઓએ બજેટ 2024 ને બિરદાવ્યું, બજેટની કરી પ્રશંસા
- કેન્દ્રના બજેટને લઈ ભાવનગરવાસીઓના મંતવ્ય : અલગ અલગ ક્ષેત્રના લોકોએ આપ્યા મત