ગુજરાત

gujarat

ETV Bharat / state

Liquor seized: વધુ એક વખત દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી, સોમનાથ પોલીસે એકની અટકાયત કરી

સોમનાથ જિલ્લાનો દરિયાકાંઠો ફરી એક વખત નશીલા પદાર્થોની હેરાફેરી માટે કુખ્યાત બન્યો છે સંઘ પ્રદેશ દીવ માંથી દરિયાઈ માર્ગે હોડી માં દારૂની હેરાફેરી નો પોલીસે ખુલાસો કર્યો છે જેમાં ચીખલી ગામના સુનિલ ચુડાસમા ની પોલીસે અટકાયત કરી છે.

વધુ એક વખત દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી
વધુ એક વખત દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી

By ETV Bharat Gujarati Team

Published : Mar 17, 2024, 10:58 PM IST

ગીર સોમનાથ: ગીરસોમનાથ જિલ્લાનો દરિયાકાંઠો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ખૂબ જ કુખ્યાત બની રહ્યું છે પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ચીખલી ગામની દરિયાઈ ખાડી માંથી પોલીસે સુનિલ ચુડાસમા નામના વ્યક્તિ પાસેથી ₹1,11,000 કરતાં વધુના મુદ્દામાલ સાથે સમગ્ર દારૂની હેરાફેરી નો ખુલાસો કર્યો છે ગીર સોમનાથ જિલ્લાની હદ સંઘ પ્રદેશ દિવ સાથે દરિયાઈ અને સડક માર્ગે જોડાયેલી છે સડક માર્ગે દારૂની હેરાફેરી મુશ્કેલ મનાઈ છે જેથી બુટલેગરો દ્વારા દરિયા માંથી દારૂની હેરાફેરી શરૂ કરી છે

દરિયાઈ માર્ગ હેરાફેરી નો રસ્તો: પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ચીખલી ગામનો સુનિલ ચુડાસમા દીવ માંથી દારૂની ખરીદી કરીને નાની હોડી મારફતે સોમનાથ જિલ્લાની હદમાં આવી રહ્યો છે આવી પૂર્વ બાતમી મળતા જ સોમનાથ પોલીસે ચીખલી ગામની દરિયાઈ ખાડી માંથી સુનિલને બોટ સાથે પકડી પાડ્યો હતો જેમાં 444 બોટલ દારૂની સાથે 27 ટીન બિયરના મળીને કુલ ₹1,11,000 કરતા વધુનો મુદ્દા માલ પોલીસે પકડી પાડ્યો છે

બુટલેગરો કરે છે દરિયાઈ સીમા નો ઉપયોગ: નસા ના સોદાગરો અને તેના વ્યવસાઈ સાથે સંકળાયેલા બુટલેગરો સંઘપ્રદેશ દીવની સાથે હવે સોમનાથ ના દરિયા કાંઠાનો ઉપયોગ પણ નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી માટે કરી રહ્યા છે અગાઉ થોડા દિવસો પૂર્વે પણ આ જ પ્રકારે હોડી માંથી પર પ્રાંતિય દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો જે પણ સંઘ પ્રદેશ દીવ થી સોમનાથ જિલ્લામાં લાવવામાં આવતો હતો ત્યારે આ પ્રકારે બીજી વખત નવાબંદર વિસ્તાર માંથી પોલીસે દરિયાઈ માર્ગે થતી દારૂની હેરાફેરી નો ખુલાસો કર્યો છે દારૂના બુટલેગરોએ હેરાફેરી માટે દરિયાઈ રસ્તો પસંદ કર્યો છે જે પોલીસ માટે પણ ખૂબ જ ચિંતા નો વિષય બની શકે છે.

  1. Drugs seized: પોરબંદરના દરિયામાંથી 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પાકના 6 આરોપીને પોરબંદર લવાયા
  2. NDPS ACT : સોરઠમાંથી પકડાયેલા ડ્રગ્સના આરોપીને દેહાંત દંડની સજા થઈ શકે

ABOUT THE AUTHOR

...view details