ગુજરાત

gujarat

ETV Bharat / state

ભગવાન સ્વામિનારાયણ દ્વારા જુનાગઢમાં સ્વયં સ્થાપિત કરેલા અને સોનાના સિંહાસન પર મૂર્તિ સ્વરૂપે બિરાજતા સિધેશ્વર મહાદેવ - Shravan Month 2024 - SHRAVAN MONTH 2024

જુનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ભોળાનાથ મૂર્તિ સ્વરૂપે માતા પાર્વતી સાથે બિરાજમાન થયા છે. તેની પણ એક રોચક કહાની છે. જે અંગે આવો જાણીએ... - SHRAVAN MONTH 2024 Temple of Junagadh

સિધેશ્વર મહાદેવનું મંદિર
સિધેશ્વર મહાદેવનું મંદિર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 1:31 PM IST

જુનાગઢ: પવિત્ર શ્રાવણ માસ આગળ ધપી રહ્યો છે આવા સમયે જુનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ભોળાનાથ મૂર્તિ સ્વરૂપે માતા પાર્વતી સાથે બિરાજમાન થયા છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વયં ભોળાનાથને મૂર્તિ સ્વરૂપે માતા પાર્વતી સાથે સ્થાપના કરી હોવાનું મનાય છે. મહાદેવ સર્વ કોઈની મનોકામના સિદ્ધ કરતા હોવાને કારણે જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવના નામથી પૂજાઈ રહ્યા છે.

જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો મહિમા (Etv Bharat Gujarat)

મૂર્તિ સ્વરૂપે બિરાજતા સિદ્ધેશ્વર મહાદેવ

શિવને પ્રિય એવો પવિત્ર શ્રાવણ માસ આગળ ધપી રહ્યો છે ત્યારે જુનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં સિધેશ્વર મહાદેવ શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ દ્વારા તેમના સ્વયમ હસ્તે આજથી 200 વર્ષ પૂર્વે સિદ્ધેશ્વર મહાદેવની માતા પાર્વતી સાથે મૂર્તિ સ્વરૂપે સ્થાપન કર્યું હતું સમગ્ર ભારત વર્ષમાં મહાદેવ માત્ર લિંગ સ્વરૂપે દર્શન આપતા હોય છે પરંતુ સિદ્ધેશ્વર મહાદેવ માતા પાર્વતી સાથે મૂર્તિ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે જેને કારણે સિધેશ્વર મહાદેવ શિવ ભક્તોની અનન્ય આસ્થા નું કેન્દ્ર પણ રહ્યા છે.

જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર (Etv Bharat Gujarat)

મૂર્તિ રૂપે મહાદેવના સાકાર દર્શન

શ્રાવણ મહિનાના 30 દિવસ સુધી પ્રત્યેક શિવાલય હર હર મહાદેવ અને જય જય શિવશંકર ના નાદ થી ગુંજતા જોવા મળે છે શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા અને તેની ભક્તિનું પણ ખાસ અને વિશેષ મહત્વ સનાતન ધર્મના ગ્રંથોમાં આંકવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દેવાધિદેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે માતા પાર્વતી સાથે સાકાર રૂપમાં દર્શન આપી રહ્યા છે સિદ્ધેશ્વર મહાદેવ કોઈ પણ શિવભક્ત ના સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્થાપિત કરેલા મહાદેવને સિદ્ધેશ્વર નામ આપવામાં આવ્યુ હતું.

જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર (Etv Bharat Gujarat)

પવિત્ર શ્રાવણ માસ અને શિવ પ્રત્યેની આસ્થા

પવિત્ર શ્રાવણ માસ ધાર્મિક આસ્થા અને ઉત્સાહના તહેવાર તરીકે પણ સનાતન ધર્મમાં મનાવવામાં આવે છે ત્યારે આ દિવસો દરમિયાન મહાદેવની માતા પાર્વતી સાથે સાકાર રૂપમાં દર્શન કરવાનું પણ વિશેષ ફળ જૂનાગઢના શિવ ભક્તોને મળી રહ્યું છે જેને કારણે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારત વર્ષ માંથી ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો ખાસ સિદ્ધેશ્વર મહાદેવના સાકાર રૂપના દર્શન કરવા માટે પણ જુનાગઢ આવી રહ્યા છે.

જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર (Etv Bharat Gujarat)

18મી સદીનું મહાદેવનું શિવાલય

ધાર્મિક માન્યતા અનુસાર 18 મી સદીમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા ભોળાનાથની સાકાર રૂપે પૂજા કરવામાં આવી હતી દેવાધિદેવ મહાદેવ હિમાલય પર્વત પરથી ધ્યાના અવસ્થામાં જ્યારે પ્રફુલ ચિતે બહાર આવે છે તે પ્રકારના સાકાર સ્વરૂપે મહાદેવ સિધેશ્વર ના રૂપમાં જુનાગઢ મા દર્શન આપે છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સિધેશ્વર મહાદેવ પર અભિષેક અન્નકોટ રુદ્રી પાઠ તેમજ દરરોજ 11000 બિલો પત્રના અભિષેકથી શ્રાવણ માસની ધાર્મિક ભવ્યતા સાથે ઉજવણી આગળ ધપી રહી છે.

જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર (Etv Bharat Gujarat)

શિવ ભક્તોને તમામ સંકટમાંથી અપાવે છે મુક્તિ

સિદ્ધેશ્વર મહાદેવ શિવ ભક્તોની તમામ શ્રદ્ધા અને સંકલ્પોને પૂર્ણ કરતા હોવાને કારણે પણ સિધેશ્વર મહાદેવ શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યા છે સાંસારિક જીવનમાં આવેલા તમામ પ્રશ્નો અને પીડાને સાકારરૂપે બિરાજતા દેવાધિદેવ સિદ્ધેશ્વર મહાદેવ નિરાકરણ કરતા હોવાની ધાર્મિક માન્યતા આજે પણ અકબંધક જોવા મળે છે સિદ્ધેશ્વર મહાદેવ કોઈ પણ વ્યક્તિના સંકલ્પોને સિદ્ધ કરતા હોવાને કારણે પણ સાંસારિક જીવન જીવતા શિવ ભક્તો મહાદેવમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે.

  1. 4 જુવાનજોધ કાળનો કોળીયો બની ગયા, ગોંડલ નજીક બે કાર વચ્ચે સર્જાઈ અકસ્માતની ગોઝારી ઘટના - Rajkot accident
  2. સ્વામિનારાયણ ભગવાને અહીં 1 માસ સુધી મહાદેવની કરી હતી પૂજા, જાણો 500 વર્ષ જૂના ગંગેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ - Shravan Month 2024

ABOUT THE AUTHOR

...view details