ભાવનગરઃભાવનગર શહેરમાં જુના કહેવાતા ભાવનગરમાં નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. જો કે ભાવનગરની સ્થાપના થઈ તે પહેલાંનું મંદિર હોવાનો આ પૌરાણિક ઇતિહાસ છે. શહેરના જુના ભાવનગરમાં આવેલું મંદિર આસપાસના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિકોનું કહેવું છે કે, આદિકાળમાં અહીંયા સાધુ સમાજનું સ્મશાન હતું ત્યારે નીલકંઠ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. આદિકાળમાં નીલકંઠ મહાદેવના શરણે દરિયો ઘૂઘવાટા બોલાવતો હતો.
જુના ભાવનગરમાં નીલકંઠ મહાદેવ અસ્થાનું કેન્દ્ર
ભાવનગરની સ્થાપના થઈ તેને 300 વર્ષ થઈ ચૂક્યા છે, ત્યારે ભાવનગરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિરમાં સંવત 1768 ની જીર્ણોદ્ધારની તખ્તીઓ ભાવનગરની સ્થાપના પહેલાની હોવાના પુરાવા આપી રહી છે. આ તખ્તી તેની પૌરાણિકતાને દર્શાવી રહી છે. જો કે છેલ્લે સંવત 1943માં પુનઃ પ્રતિષ્ઠાની પણ તખ્તી લગાવેલી છે. ભાવનગરના જુના મહાલક્ષ્મી મંદિર નજીકના વિસ્તારમાં આવેલું નીલકંઠ મહાદેવ આજે પણ લોકોના આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસમાં ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે. ભાવનગરની સ્થાપના થઈ તે પહેલાંનું આ મંદિર હોવાની લોકવાયકા છે.
ભગવાન શિવના શરણે દરિયો પગ પખાળતો
ભાવનગરના નીલકંઠ મહાદેવમાં વર્ષોથી પૂજા કરતા બ્રહ્મણ ગૌરાંગ ઓઝાએ જણાવ્યું હતું કે, ભાવનગર નીલકંઠ મહાદેવ મંદિર લગભગ 700 વર્ષ આજુબાજુનું આ મંદિર જૂનું છે. તેવું અહીંના ભાવિક ભક્તો દ્વારા જણાવવામાં મળે છે. આ મંદિરનો ઇતિહાસ તો આદિ વર્ષોથી ચાલ્યો આવ્યો છે ત્યારથી જ્યારથી આ ભાવનગરની સ્થાપના ન હતી. ત્યારથી આ મંદિરનો ઇતિહાસ છે, કે અહીં જ્યારે આ ખારગેટ એટલે કે જ્યાં સુધી ખારપટ્ટો દરિયો હતો એ દરિયા અંગે કહેવાતું કે દરિયો અહીંયા સુધી ભગવાનના શિવજીના શરણ પખાળતો, પણ હવે ધીમે ધીમે ધીમે દરિયો પાછળ જતો ગયો છે. જગદીશ મંદિરના ઓટલા સુધી પહેલા દરિયો હતો.