ભાવનગર: ભાવનગર જિલ્લામાં શિયાળુ પાક લેવા જો ડેમોમાં પાણીની વ્યવસ્થા હોય તો ખેડૂતો તેનો લાભ લઇ શકે છે. ત્યારે શરૂ શિયાળુ પાકમાં ડેમોની સ્થિતિ વિશે ETV BHARATએ ડેમોની સ્થિતિ જાણવાનો પ્રયત્નો કર્યા છે.
જિલ્લાના ડેમોમાં પાણીની સ્થિતિ: સિંચાઈ અધિકારી એ.એમ.બાલધીયાએ જણાવ્યું હતું કે,'આ વિભાગ નીચે કુલ સાત ડેમ આવેલા છે. જેમાંથી શેત્રુંજી મુખ્ય ડેમ છે. શેત્રુંજી 100 ટકા ભરાય ગયો છે. બાકી રજાવળ ડેમ 60 ટકા, ખારો ડેમ 100 ટકા જેવો, હમીરપરા પણ 95 ટકા જેવો ભરાયો છે. જ્યારે લાખણકા ડેમ 25 ટકા જેવો ભરાયેલો છે. ટૂંકમાં ઓક્ટોબર એન્ડ સુધી ખૂબ સારો વરસાદ પડેલો હોવાથી કોઈપણ પ્રકારની માંગણી આવેલી નથી.'
આગામી દિવસોમાં સિંચાઈના પાણી આપવાનું આયોજન (Etv Bharat Gujarat) આગામી દિવસોમાં સિંચાઈના પાણી આપવાનું આયોજન:અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે,'આ શેત્રુંજી સિંચાઇ યોજનામાં અમારે સિંચાઈ સલાહકાર સમિતિ હોય છે. જેમની આગામી બેઠક 7 તારીખ અને શનિવારના રોજ રાખવામાં આવેલી છે. જેમાં ખેડૂત આગેવાનો, ધારાસભ્ય, સંસદ સભ્ય અને જે આમંત્રિત સદસ્યો હોય છે એમના દ્વારા નક્કી કરવામાં આવશે કે ક્યારે પાણી છોડવું, જે નક્કી થયા બાદ શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવશે.'
આગામી દિવસોમાં સિંચાઈના પાણી આપવાનું આયોજન (Etv Bharat Gujarat) આગામી દિવસોમાં સિંચાઈના પાણી આપવાનું આયોજન (Etv Bharat Gujarat) જિલ્લામાં સિંચાઈના ડેમો અને લાભ: ભાવનગર જિલ્લામાં સિંચાઈ વિભાગના 7 ડેમમાંથી સિંચાઈનું પાણી અપાય છે. પણ જિલ્લામાં શિયાળુ ખેતી અંદાજીત 40 થી 60 હેકટરમાં થાય છે. જો પાણીની વ્યવસ્થા હોય તો વધી પણ જાય છે. ત્યારે સિંચાઈ અધિકારી એ.એમ.બાલધીયાએ પ્રાથમિક વિગત જણાવી હતી કે, 'જિલ્લામાં 7 ડેમો છે. જેમાં પાલીતાણા, તળાજા, મહુવા, ઘોઘા અને ભાવનગર તાલુકાના 15 હજાર હેકટર જેટલી જમીન માટે સિંચાઈ વ્યવસ્થા ડેમો છે. શેત્રુંજી ડેમ હાલ 33.50 ફૂટ સપાટીએ છે. જેમાં નિયમ મુજબ 15 ફૂટ સુધી રિઝર્વ પાણી રાખવાનું હોઈ બાકીનું સિંચાઈમાં આપવાનું હોય છે. એટલે કે 19 ફૂટ ડેમનું પાણી સિંચાઈમાં અપાય છે. જ્યારે અન્ય ડેમોનું પાણી સંપૂર્ણ સિંચાઈ માટે છે એટલે શેત્રુંજી ડેમનું કુલ 7500 MCFT પાણી સિંચાઈમાં અપાય છે.'
આ પણ વાંચો:
- ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોનું અભૂતપૂર્વ સાહસી પ્રદર્શન, સમન્વયિત SAR મિશનમાં 12 નાવિકોને ડૂબતા જહાજમાંથી બચાવ્યા
- નવસારીમાં 16 જાન્યુઆરી સુધી પાણી કાપ, જાણો શા માટે ?