રાજકોટ: વિજયાદશમી એટલે કે અધર્મ પર ધર્મનો વિજય દિવસ. ત્યારે આજરોજ રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે વિજયા દશમીના તહેવાર અંતર્ગત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું (Etv Bharat Gujarat) પોલીસ અધિકારીઓ શસ્ત્ર પૂજનમાં જોડાયાં
JCP મહેન્દ્ર બગરીયા, DCP ડો. પાર્થરાજસિંહ ગોહિલ, DCP જગદીશ બાંગરવા, DCP પૂજા યાદવ તેમજ ACP ક્રાઈમ ભરત બસીયા, ક્રાઈમ બ્રાન્ચ PI મેહુલ ગોંડલીયા સહિતના પોલીસ અધિકારીઓને જવાનો શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં જોડાયા હતા. જે શસ્ત્ર દ્વારા પોલીસ રાજકોટ શહેરીજનોનું રક્ષણ કરે છે. તે શસ્ત્રનું આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. તેની સાથે જ પોલીસ કમિશનર બ્રજેસ કુમાર ઝા દ્વારા રાજકોટ શહેરીજનોને વિજયા દશમીની શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો:
- ભુજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કર્યું, આસુરી તત્વો પર વિજય માટે પ્રાર્થના કરાઇ
- જુનાગઢમાં દશેરાની જમાવટ, જલેબી અને ફાફડા ખરીદવા દુકાનોમાં લાગી લાઈનો