અમદાવાદ: અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 188 જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ત્યારે આજે પણ કેટલાક કમ નસીબે શરણાર્થીઓ એવા છે કે જેમને દાયકાઓ વીતી ગયા હોવા છતાં નાગરિકતા માટે ધર્મ ધક્કા ખાવા પડી રહ્યા છે. 1990 માં માતા-પિતા સાથે ચાર વર્ષની ઉંમરે ભારતમાં આવેલા શંકર ઠક્કરને આજે 34 વર્ષના વાણા વીતી ગયા છતાં નાગરિકતા મળી નથી. તેમણે ભૂતકાળમાં ચાર વાર નાગરિકતા માટે અરજી કરી હતી. પરંતુ નામમાં ભુલને કારણે તેમની અરજી સ્વીકાર થઈ નથી. CAA અંતર્ગત તેમને નાગરિકતા મળે તેવી આશા છે. તેમને ભારતીય નાગરિકતા મળી ન હોવાથી વિદેશ જવા બાબત તકલીફ પડે છે પાસપોર્ટ નીકળતો નથી તો ચાલો જાણીએ શંકર પાસેથી તેમની વ્યથા.
ભારત આવ્યાને 34 વર્ષ થયા છતાં ભારતીય નાગરિકતાથી વંચિત શંકર ઠક્કર - Shankar Thakkar - SHANKAR THAKKAR
દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે. ચાર વર્ષની ઉંમરે ભારતમાં આવેલા શંકર ઠક્કરને આજે 34 વર્ષના વાણા વીતી ગયા છતાં નાગરિકતા મળી નથી.
Published : Aug 18, 2024, 6:31 PM IST
|Updated : Aug 18, 2024, 7:34 PM IST
આજે નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા: જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે તેમને નાગરિકતા પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019 માં સીટીઝનશીપ અમેન્ટમેન્ટ એક્ટ સંસદમાં પાસ કર્યો હતો. સીએએ અંતર્ગત પાકિસ્તાનથી ભારતમાં આવેલા નિરાશ્રીતોને નાગરિકતા આપવામાં આવે છે. અમદાવાદ બોડકદેવ પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આયોજીત આ સમારોહ પડોશી દેશોમાં દમનનો ભોગ બનેલા આવા વ્યક્તિઓના કલ્યાણ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તેમને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.