ગુજરાત

gujarat

ETV Bharat / state

Shaktisinh Gohil on BJP: કોંગ્રેસમાં હીરો હોય અને ભાજપમાં ગયા બાદ ઝીરો થઇ જાય - શક્તિસિંહ ગોહિલ - લલીતભાઈ વસોયા

મોરબી ખાતે નવનિયુક્ત કોંગ્રસ પ્રમુખ પદગ્રહણ સમારોહમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે જે નેતા કોંગ્રેસમાં હીરો હોય અને ભાજપમાં ગયા બાદ ઝીરો થઇ જાય છે.

Shaktisinh Gohil on BJP:
Shaktisinh Gohil on BJP:

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 11:08 AM IST

Shaktisinh Gohil on BJ

મોરબી:જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાની નિયુક્તિ કરવામાં આવી હોય ત્યારે નવનિયુક્ત કોંગ્રસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ રવાપર ઘુનડા રોડ ખાતેના પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. જે પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, લલીતભાઈ વસોયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Shaktisinh Gohil on BJP

'આજે વિશાળ સંખ્યામાં પ્રેમ અને લાગણી સાથે જનસમર્થન મળ્યું તે પ્રસંશનીય છે. કોંગ્રેસ કાર્યકરો અડીખમ અને મજબૂતીથી પક્ષની વિચારધારા સાથે છે. ભાજપની કામ કરવાની પદ્ધતિથી લોકોમાં ખૂબ નારાજગી છે. ભાજપના કામના નામે અને કાર્યકરોના જોર પર મતો મળતા નથી તેથી અન્ય પક્ષના નેતાઓ તોડવાનું કાર્ય કરે છે. ડર અને લાલચના જોરે નેતાઓને તોડવામાં આવે છે. - શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ કોંગેસ

પક્ષપલટાને લઈને આપ્યો જવાબ:મોરબીમાં તાજેતરમાં નેતાઓએ રાજીનામાં આપી પક્ષ પલટો કરતા તે સવાલના જવાબમાં જણાવ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. તેઓ હાલ પ્રદેશ પ્રમુખ છે પરંતુ આજીવન તો રહેવાના નથી. તો પક્ષ પલટો કરનાર નેતાઓ પર ઈશારામાં કટાક્ષ કર્યો હતો કે કેટલાક નેતાઓને ખુબ મળ્યું હોય ક્યારેક તેમની કેટલીક મજબૂરી હોય છે. ભાજપ લાલચ આપે તેમજ કાવા દાવા કરે તેઓને જવું પડે છે. કોંગ્રેસમાં હોય તે નેતા હીરો હોય છે જે ભાજપમાં જઈને ઝીરો થઇ જાય છે. એવા કેટલાય દાખલા જોવા મળ્યા છે નેતાઓને વાપરીને મૂકી દેવા તે ભાજપનું ચરિત્ર છે. પોતાના પક્ષના નેતામાં શું અવગુણ છે કે બહારથી નેતાઓ લાવવા પડે છે તેનો જવાબ ભાજપે આપવો જોઈએ.

ટુંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરશે કોંગ્રેસ:લોકસભા ચુંટણી બાબતે જણાવ્યું હતું કે કોંગ્રેસે ગુજરાતમાં પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને સમયાન્તરે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે. ભાજપ વિરુદ્ધ ૬૫ થી ૬૭ ટકા મતો પડે છે. સંવિધાન બચાવવા, મતો વહેંચાય નહિ તેવા હેતુથી ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. મોટાભાગના રાજ્યમાં ગઠબંધનમાં સીટ વહેંચણીની કામગીરી થઇ ગઈ છે અને વહેલી તકે ઉમેદવારો જાહેર કરાશે તેમ અંતમાં જણાવ્યું હતું.

  1. Porbandar Lok Sabha Seat: રમેશ ધડુકનું પત્તુ કપાયું, પોરબંદર લોકસભા બેઠક પરથી મનસુખ માંડવીયાના નામની જાહેરાત
  2. Election 2024: PM વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભાની ચૂંટણી, પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ

ABOUT THE AUTHOR

...view details