રાજકોટ:ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ ટીમમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ક્રાઇસ્ટ કોલેજના વિદ્યાર્થી રામદેવ આચાર્યની પસંદગી કરવામાં આવી છે. જે ક્રાઇસ્ટ કોલેજમાં સાયન્સ ફેકલ્ટીમાં M.Sc. ફિઝિક્સમાં અભ્યાસ કરે છે.
ગુજરાતમાંથી પસંદગી પામનારો ખેલાડી: ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગુજરાતમાંથી પસંદગી પામનારો તે એકમાત્ર ખેલાડી છે. જો હવે તે આગામી 29 ઓક્ટોબરના રોજ ભુવનેશ્વરમાં સિલેક્ટ થશે. તો તે 25 નવેમ્બરથી 6 ડિસેમ્બર વચ્ચે ભારત આવતી ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીઝ ટીમ સામે દ્વિપક્ષીય સિરીઝ રમશે.
ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની ક્રિકેટ ટીમમાં ગુજરાતમાંથી માત્ર સૌરાષ્ટ્ર યુનિના ખેલાડીની પસંદગી (Etv Bharat gujarat) ખેલાડીએ નેશનલ કક્ષાએ દાવેદારી નોંધાવી: દેશભરની યુનિવર્સિટીની ક્રિકેટ ટીમમાં પસંદગી માટે કુલ 24 ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યાં છે. વેસ્ટ ઝોન સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે તેણે પોતાની દાવેદારી મજબૂત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી અનેક ખેલાડીઓ નેશનલ કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી રહ્યાં છે. જેમાં હવે ક્રિકેટમાં પણ રાજકોટના ખેલાડીએ નેશનલ કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી છે.
ખેલાડી રાજકોટ રુરલ ટીમમાંથી રમે છે: ખેલાડી રામદેવ આચાર્યે જણાવ્યું હતું કે, મારો જન્મ રાજકોટમાં થયો છે. પરંતુ હું દિલ્હીમાં રહું છું. હું 2 વર્ષનો હતો ત્યારે રાજકોટથી દિલ્હી શિફ્ટ થઈ ગયો હતો. બાદમા 14 વર્ષની વયે રાજકોટ આવી ગયો હતો. હાલ મારી ઉંમર 21 વર્ષની છે અને રાજકોટ રૂરલ ટીમમાંથી રમી રહ્યો છું.
વિરાટ કોહલીના કોચ પાસેથી કોચિંગ મેળવ્યુું: ઉપરાંત યુવા ખેલાડીએ કહ્યું કે, હાલ મારું ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની ટીમમાં સિલેક્શન થયું છે. અગાઉ દિલ્હીમાં હતો ત્યારે વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા પાસેથી કોચિંગ મેળવ્યું હતું. બાદમા 14 વર્ષની ઉંમરે મારા વતન આવી ગયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમમાં કોચિંગ લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી અંડર 16 અને અંડર 19 રમી ચૂક્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું અભ્યાસની સાથે દરરોજ 6 કલાક પ્રેક્ટિસ કરું છું. જેમાં બેટિંગ, રનિંગ, જીમ, વિકેટ કીપિંગ બધુ આવી જાય છે.
આ પણ વાંચો:
- વાહનચાલકો હેરાન પરેશાન: દિવાળી દરમિયાન રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા
- અમરેલીના આ પશુપાલક પાસે છે 4 લાખની ગીર ગાય, મહિને કરે છે અધધ કમાણી