રાજકોટઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી સેમેસ્ટર-2ના રેગ્યુલર અને એક્સટર્નલ 15 કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ રહયો છે. જેમાં 43,281 વિદ્યાર્થીઓ 147 કેન્દ્રો પરથી જેના પર 78 ઓબ્ઝર્વર નજર રાખશે સાથે સાથે પરીક્ષા કેન્દ્રો ઉપર CCTVની વ્યવસ્થા કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષાનો પ્રારંભ, કુલ 43,281 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા - Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે સેમેસ્ટર - 2ના રેગ્યુલર અને એક્સટર્નલ 15 કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ રહયો છે. જેમાં 43,281 વિદ્યાર્થીઓ 147 કેન્દ્રો પરથી જેના પર 78 ઓબ્ઝર્વર નજર રાખશે સાથે સાથે પરીક્ષા કેન્દ્રો ઉપર CCTVની વ્યવસ્થા કરવામાં આવશે.
Published : Jun 26, 2024, 9:59 PM IST
|Updated : Jun 27, 2024, 8:48 AM IST
વિવિધ પરીક્ષાઓઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે શરૂ થતી પરીક્ષાનો સમય સવારે 10 થી 12 અને બપોરે 2.30 થી 4.30 દરમિયાનનો રાખવામાં આવ્યો છે. જ્યારે LLM ના પરીક્ષા બપોરે 12:00 થી 3:00 વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યો છે. જેમાં બી. એ. સેમેસ્ટર - 2 રેગ્યુલરમાં 16,087 જ્યારે એક્સટર્નલમાં 1,925 વિદ્યાર્થીઓ તો આ સિવાય બીએ આઇડી સેમેસ્ટર - 1 માં 14, સેમેસ્ટર - 2 માં BSW માં 396, BBA માં 3,329 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેને લઈને પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત સેમેસ્ટર - 2 માં બી.કોમ.રેગ્યુલરમાં 12,348 તો એક્સટર્નલમાં 233 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
198 વિદ્યાર્થીઓઃજ્યારે બીસીએમાં 6,621, બીએસસી આઈટી માં 520, બી.એસસી.માં 1,318, બી.એસસી. એમ.એસસી. એપ્લાઇડ ફિઝિક્સમાં માત્ર 2 પરીક્ષાર્થીઓ છે. આ સિવાય બી.એસસી. એચ.એસ.માં 201, બી. એ. બીએડમાં 46 તો એમ. એ. એજ્યુકેશનમાં 43 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા LLM સેમેસ્ટર - 1 ના 198 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેનો સમય બપોરે 12:00 થી 03:00 વાગ્યા દરમિયાનનો રાખવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલથી સેમેસ્ટર - 2 ના રેગ્યુલર અને એક્સટર્નલ 15 કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ રહયો છે. જેમાં 43,281 વિદ્યાર્થીઓ 147 કેન્દ્રો પરથી જેના પર 78 ઓબ્ઝર્વર નજર રાખશે સાથે સાથે પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV રહેશે.