પોરબંદરમાં સફાઇ કર્મચારીઓને 4 મહિનાઓથી પગાર ન અપાતા આંદોલનની આપી ચીમકી (etv bharat gujarat) પોરબંદર:નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કર્મચારી તરીકે કામ કરતા 200 થી પણ વધુ કર્મચારીઓને 4 મહિના વીતી ગયા હોવા છતાં પગાર ન મળતા સફાઈ કર્મચારીઓ આંદોલનના મૂડમાં આવીને ઉગ્ર રજૂઆત કરી હતી.
4 મહિનાથી પગાર ન ચૂકવાયો:પોરબંદર નગરપાલિકામાં 200થી વધુ સફાઈ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઈ કામગીરી કરતા હોય અને ગાંધીજીના જન્મસ્થળ એવા પોરબંદરને સાફ સ્વચ્છ રાખે છે ત્યારે સફાઈ કર્મચારીઓને જ 4 મહિનાઓ સુધી પગાર ન ચૂકવવામાં આવતા આજે તેઓ લાચાર બન્યા હતા.
સફાઈ કર્મચારીઓની આંદોલનની ચીમકી: પોરબંદર નગરપાલિકાની ઓફિસે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે ચીફ ઓફિસર ન મળતા કર્મચારીઓ રોષે ભરાયા હતા અને ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી ત્યારે સફાઈ કર્મચારીઓના આગેવાન દિલીપભાઈએ જણાવ્યું હતું કે, અમે અનેક વાર રજૂઆતો કરી છે.
નગરપાલિકાના પ્રમુખે આશ્વાસન આપ્યું: સફાઇ કર્મચારીઓના આગેવાને જણાવ્યું કે, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ અમને એક દિવસમાં પગાર થઈ જશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું પરંતુ પગાર ન થતા આજે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે પણ સમય આપ્યો નથી. આથી જો હવે પગાર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
- ગોંડલના ખેડુતને મરચીનું નકલી બિયારણ પધરાવાયું, ખેડૂતે કૃષિ વિભાગમાં કરી ફરિયાદ - complains against seed company
- ગુજરાતમાં ચોમાસું કેટલે સુધી આગળ વધ્યું? શું છે હવામાન વિભાગની આગાહી, જાણો - gujarat weather forecast