ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ બનતું રિંગણનું શાક, જાણો સંપૂર્ણ રેસિપી - SHAKOTSAV

રીંગણનું શાક તમે અનેક રીતે બનાવ્યું હશે, પરંતુ આ રીતે એક વખત બનાવીને પ્રયત્ન કરો આંગળા ચાટતા રહી જશો. જાણો રીંગણના શાકની સંપૂર્ણ રેસિપી...

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2025, 8:46 PM IST

Updated : Jan 29, 2025, 8:53 PM IST

જુનાગઢ:સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખાસ મહત્વ છે, શાકોત્સવમાં રીંગણનું શાક અને બાજરીના રોટલા પીરસવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે રીતે રીંગણનું શાક બને છે, તે રીતે કોઈપણ જગ્યા પર રીંગણનું શાક બનતું જોવા મળતું નથી, રીંગણના શાકને અનોખું એટલા માટે પણ માનવામાં આવે છે, કે આ શાકને વઘાર કર્યા વગર બિલકુલ એકદમ અલગ રીતેથી બનાવવામાં આવે છે, જેના કારણે તેનો સ્વાદ અને સોડમ અન્ય રીંગણના શાકથી અલગ જોવા મળે છે.

સ્વામિનારાયણ સંપ્રદાય અને રીંગણનું શાક

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખાસ મહત્વ છે, જેમાં રીંગણનું શાક અને બાજરીનો રોટલો આરોગવાની એક વિશેષ પરંપરા પાછલા 200 વર્ષથી સતત ચાલતી આવે છે. જેમાં આજે પણ કોઈપણ પ્રકારનુ પરિવર્તન આવ્યું નથી. સ્વામિનારાયણ સંતો દ્વારા બનાવવામાં આવતા રીંગણના શાકને અન્ય રીંગણના શાકથી અલગ રીતે જોવામાં આવે છે, તેની પાછળ તેને બનાવવાની પદ્ધતિ તમામ રીંગણના શાકથી અલગ જોવા મળે છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ બનતું રિંગણનું શાક (Etv Bharat Gujarat)

સામાન્ય રીતે આપણે અનેક જગ્યા પર રીગણનું શાક વઘારીને બનતું અને તેનો સ્વાદ માણ્યો હશે, પરંતુ સંપ્રદાયમાં બનતું રીંગણનું શાક ક્યારે વધારવામાં આવતું નથી, એટલા માટે તેને અલગ માનવામાં આવે છે, સાથે-સાથે તેનો સ્વાદ અન્ય રીંગણના શાક કરતા ખૂબ અલગ હોવાને કારણે તે સ્વાદ અને સોડમની દ્રષ્ટિએ પણ અલગ જોવા મળે છે.

તમામ રીંગણના શાકથી અલગ જોવા મળે છે આ શાકની રેસિપી (Etv Bharat Gujarat)

રીંગણના શાકની રેસીપી

સ્વામિનારાયણ સંતો દ્વારા રીંગણનું શાક બનાવવામાં આવે છે, તેમાં મોટા ભાગે રવૈયા રીંગણ એટલે કે, અંગૂઠાથી થોડા મોટા કદના રીગણનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ચાર કાપા મારીને આખા રાખવામાં આવે છે. ત્યારબાદ આ રીંગણને ઉકળતા તેલમાં તળી લેવામાં આવે છે. તળેલા રીંગણને વાસણમાં તળિયે રાખવામાં આવે છે. જેના ઉપર અગાઉથી જ તૈયાર કરેલો ખાસ મસાલો છાંટવામાં આવે છે. જેમાં ચણાનો લોટ સીંગદાણાનો ભૂકો તજ,લવિંગ,મરી, લીલી મેથી, આદુ, મરચા, હિંગ, ખાંડ, વળીયારી, જીરુ, આખા ધાણા સહિત મીઠું અને ગરમ મસાલો ઉમેરીને આ વિશેષ મસાલો તૈયાર થાય છે. જેને તળેલા રીંગણ પર એક સ્તરમાં છાંટવામાં આવે છે. ત્યારબાદ તેના પર બીજી વખત તળીને આખા રીંગણ નાખવામાં આવે છે, આ રીંગણ પર પહેલેથી જ બાફીને તૈયાર કરેલા અને નાના-નાના ટુકડામાં કાપેલા બટાકા મૂકવામાં આવે છે, જેના પર ટમેટાની ગ્રેવી છાંટવામાં આવે છે. આ ટામેટાની ગ્રેવી અગાઉથી જ ટામેટા તમાલપત્ર, તજ, લવિંગ, મરી, સુકા લીલા મરચાં, આખા ઘાણા, જીરું અને ગરમ પાણીના વઘારથી વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. જેના રીંગણ અને ખાસ તૈયાર કરાયેલા મસાલા અને બટેટા ઉપર છાંટવામાં આવે છે જે રીંગણના શાકમાં ગ્રેવીનું કામ કરે છે.

વઘાર કર્યા વગર બિલકુલ એકદમ અલગ રીતેથી બનાવવામાં આવે છે (Etv Bharat Gujarat)

તળેલા રીંગણા તેના પર છાંટવામાં આવેલો વિશિષ્ટ મસાલો બાફેલા બટાકાના ટુકડા અને ટામેટાની ગ્રેવીથી રીંગણનું શાક બનાવવામાં આવે છે, જેના પર હવે દળેલા ધાણા જીરું, હળદર અને લાલ મરચાની ચટણીની સાથે કસૂરી મેથી અને ગરમ મસાલો છાંટવામાં આવે છે જે શાકની સૌથી ઉપરની લેયર પણ રાખવામાં આવે છે.

સ્વાદિષ્ટ રિંગણનું શાક (Etv Bharat Gujarat)

જેના પર એકદમ ઉકળતું તેલ છાંટીને તેનો વઘાર કરવામાં આવે છે, વઘાર થઈ ગયા બાદ શાકને નીચેથી ઉપર તરફ હલાવવામાં આવે છે, જેથી તમામ પ્રકારના મસાલા શાકમાં એકરસ થઈ જાય છે, ત્યાર બાદ બનેલું આ શાક સ્વાદ અને સોડમની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ બને છે, જે એક વખત ખાય તે વ્યક્તિ વારંવાર રીંગણનું શાક ખાવા તરફ પ્રેરાય છે.

  1. શાકોત્સવ કેમ ઉજવાય છે? 200 વર્ષ પહેલા સ્વયં ભગવાન સ્વામિનારાયણે આ રીતે શરુ કરી પરંપરા
  2. સુરતમાં ભવ્ય શાકોત્સવ યોજાયો: 1 લાખ ભક્તોએ પ્રસાદ લીધો, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત
Last Updated : Jan 29, 2025, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details