રાજકોટ:આગામી જન્માષ્ટમીના તહેવારોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં લોકમેળાનું આયોજન થતું હોય છે. જેમાં સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત રાજકોટનો લોકમેળો 24 થી 28મી ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે. જોકે શહેરમાં રેસકોર્સ મેદાનમાં યોજાનારા આ લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા કડક નિયમો દાખલ કરવામાં આવ્યા છે. જેમાં રાઈડ્સ માટે ફાઉન્ડેશન, NDT રિપોર્ટ, ફિટનેસ સર્ટિ શક્ય ન હોય આજે કલેકટર સાથે બેઠક હતી પરંતુ તે બેઠક નિષ્ફળ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ તંત્ર માટે હાલ વધુ એક બીજો ઝટકો અસહનીય બની શકે તેમ હોઈ હવે કડકાઈથી વર્તવુ જરૂરી બન્યું છે. જોકે હવે જોવું એ રહ્યું કે આ બેઠક પછી કડકાઈમાં કોઈ બાંધછોડ કરવામાં આવે છે કે કેમ.
લોકમેળામાં સ્ટોલ અને પ્લૉટમાં 30 ટકાનો ઘટાડોઃTRP ગેમ ઝોન દુર્ઘટનાને લઈને આ લોકમેળામાં સ્ટોલ અને પ્લૉટમાં 30 ટકાનો ઘટાડો થતા ભાવમાં 12 ટકાથી વધુનો વધારો થયો છે. જોકે તેમાં રાઇડ્સ ધારકો માટે ફિટનેશ સર્ટિ દાખલ કરતા રોષ જોવા મળ્યો છે . ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશન દ્વારા આજે રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અગાઉ કરેલી રજૂઆતમાં કાયમી એમ્યુઝમેન્ટ પાર્ક માટેનાં નિયમો ટેમ્પરરી લોકમેળાના રાઈડ્સ ધારકો માટે લાગૂ કર્યા તે રદ કરવાની માંગ કરવામા આવી હતી.
'નિયમોનું પાલન અશક્ય છે': જન્માષ્ટમીના તહેવારોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં લોકમેળાઓના આયોજન થતા હોય છે. જેમાં સૌરાષ્ટ્રનો સૌથી જાણીતો રાજકોટનો લોકમેળો 24 થી 28મી ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે. જોકે શહેરમાં રેસકોર્સ મેદાનમાં યોજાનારા આ લોકમેળાને લઈને વહીવટી તંત્ર દ્વારા કડક નિયમો બનાવમાં આવ્યા છે. જેમાં રાઈડ્સ માટે ફાઉન્ડેશન, NDT રિપોર્ટ, ફિટનેસ સર્ટિ શક્ય ન હોય આજે કલેકટર સાથે બેઠક હતી પરંતુ તે બેઠક નિષ્ફળ ગઈ હતી અને ત્યારબાદ ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસીએશનના ઝાકીર બ્લોચે જણાવ્યું હતું કે, ઉપરોક્ત કડક નિયમો એમ્યુઝમેન્ટ પાર્ક માટે હોય છે, જે કાયમી હોય છે, પરંતુ માત્ર 5 દિવસ માટે યોજનારા લોકમેળામાં આ પ્રકારના નિયમો રાખવા યોગ્ય નથી. તેમજ તેનું પાલન કરવું પણ અશક્ય છે. આ રીતે માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈપણ જગ્યાએ લોકમેળામાં રાઈડ્સ રાખી નહીં શકાય. જેથી આ બાબતે હવે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવશે.