વલસાડ નગરપાલિકાનું પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું (Etv Bharat Gujarat) વલસાડ:શહેર નજીકથી પસાર થતી ઔરંગા નદી ગઈકાલે રવિવારના રોજ રાત્રિ દરમિયાન હવે જનક સપાટીએ વહી હતી. ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા નજીકના અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેમાં કાશ્મીરાનગર સહિતના ક્ષેત્રમાંથી 150 લોકોનું સ્થળાંતર કરાયું હતું.
આજે વહેલી સવારે વરસાદનું જોર ઘટી જતા ઔરંગા નદીનું પાણી ઓસર્યું (Etv Bharat Gujarat) ભગદા ખુર્દ ગામેથી 7 મજૂરોનું રેસ્ક્યુ કરાયું:ઔરંગા નદીના જડસરમાં વધારો થતા વલસાડ નજીકમાં આવેલા ભાગના ખુર્દ ગામમાં આવેલા ઝીંગા તળાવમાં કામ કરતા સાત જેટલા મજૂરો ફસાયા હતા. નદીનું પાણી ફરી વળતા બેટ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે રાત્રિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સાત જેટલા મજૂરોને ndrfની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા.
હાલમાં ઔરંગા નદીનું જળસ્તરમાં થયો ઘટાડો: કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ બંધ થવાના કારણે નદીમાં આવતા જળસ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે. જેને પગલે નદીની જળ સપાટી ઘટી છે. પરિણામે વલસાડ અને અનેક વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસર્યા છે. જેને પગલે વહીવટી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
વલસાડ નગરપાલિકાનું પાણી ઓસર્યા બાદ સ્વચ્છતા અભિયાન શરૂ: વલસાડ શહેરના નીચાણવાળા ક્ષેત્રમાં વરસાદી પાણી ભરાયા હતા. જોકે પાણી બાદ વધુ ગંદકી ન ફેલાય અને રોગચાળાની દહેશત ન વર્તાય એ માટે નગરપાલિકા દ્વારા વિશેષ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેથી કરીને સ્વચ્છતા રહે તેમ જ રોગચાળો ફેલાઈ નહીં.
પીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત: વલસાડમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટર અનસુયા ઝા સાથે ટેલીફોનિક વાતચીત કરી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા મેળવી હતી. હાલ તો અનેક જગ્યા ઉપર પાણી ઉતર્યા બાદ રોડ રસ્તાઓ ધોવાયા હોવાની ફરિયાદો સંભળાઈ રહી છે, તો બીજી તરફ શહેરી વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે વહીવટી તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે.
- મન મૂકીને વરસી રહ્યો છે મેઘમલ્હાર, ગુજરાતમાં એક સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ - Gujarat weather update
- નવસારીના ત્રણ તાલુકાઓમાં મેઘ તાંડવ, બીલીમોરમાં અડધી રાતે અનેક લોકોનું સ્થળાંતર - flood like situation in navsari