ડાકોર ખાતે ચાંદીના રથમાં ભગવાન જગન્નાથની 252 મી રથયાત્રા નીકળી (ETV Bharat Gujarat) ડાકોર: અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી તેમજ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે વર્ષોથી પરંપરાગત રીતે પુષ્ય નક્ષત્રમાં રણછોડરાયજીની રથયાત્રા યોજવામાં આવે છે. જે મુજબ આજરોજ અષાઢી બીજ અને પુષ્ય નક્ષત્રમાંં પુરા ભક્તિ ભાવ સાથે ધામધમપૂર્વક 252 મી રથયાત્રા નીકળી હતી.
ડાકોર ખાતે ચાંદીના રથમાં ભગવાન જગન્નાથની 252 મી રથયાત્રા નીકળી (ETV Bharat Gujarat) ચાંદીના રથમાં બિરાજી ભગવાન નગરચર્યાએ નીકળ્યા: રથયાત્રા નિમિત્તે ડાકોરના ઠાકોર રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી મંદિરમાંથી ચાંદીના રથ પર બિરાજીને નગરચર્યા કરવા માટે નીકળ્યા હતા. ડાકોર રણછોડરાયના મંદિર ખાતે આજરોજ સવારે મંગળા આરતી તેમજ નિત્ય પૂજા અર્ચના કર્યા બાદ ચાંદીના રથમાં ભગવાનનું અધિવાસન થયું હતું. ભક્તજનોની ભારે ભીડ વચ્ચે જય રણછોડ માખણ ચોર તેમજ રણછોડ મહારાજાના નાદ સાથે મંદિર પરિસરમાં પરિક્રમા કર્યા બાદ ભગવાનનો રથ મંદિરની બહાર નીકળ્યો હતો. રથયાત્રાના પરંપરાગત રૂટ પર ડાકોરના ઠાકોરની વાજતે ગાજતે રથયાત્રા શરૂ થયા બાદ ગૌશાળા, લાલબાગ, મહાપ્રભુજીની બેઠક નરસિંહ ટેકરી થઈને રાધા કુંડ પહોંચી હતી. ત્યાંથી મોખા તલાવડીથી પુન: રથમાં બિરાજી રણછોડરાય પુરા થઈ કેવડેશ્વર પહોંચી હતી. જ્યાં ભગવાને આભૂષણ અને વસ્ત્રો ધારણ કર્યા હતા.
ડાકોર ખાતે ચાંદીના રથમાં ભગવાન જગન્નાથની 252 મી રથયાત્રા નીકળી (ETV Bharat Gujarat) રથયાત્રા રાત્રે પુર્ણ થશે: પુનઃ રથયાત્રા લક્ષ્મીજી મંદિરથી બોડાણા બેઠક થઈ નિયત રૂટ પૂરો કરશે. રથયાત્રા રાત્રિના નિજ મંદિરમાં પરત ફરશે. રથયાત્રામાં ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભક્તજનો જોડાયા હતા. રથયાત્રામાં ફણગાવેલા મગ, જાંબુ અને કેરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાત્રે નિજ મંદિરમાં પરત ફરતા ઈડીપીંડી કરી ભગવાનની નજર ઉતારવામાં આવશે. જે બાદ ઠાકોરજી ગર્ભગૃહમાં પ્રસ્થાન કરશે.
ડાકોર ખાતે ચાંદીના રથમાં ભગવાન જગન્નાથની 252 મી રથયાત્રા નીકળી (ETV Bharat Gujarat) નિયત રૂટ પર રથયાત્રા આગળ વધશે: મંદિરના પૂજારી સુધીર પંડ્યાએ જણાવ્યુ હતું કે સવારે મહાભોગની આરતી થઈ અને રથનું અધિવાસન થયું. પૂજા કર્યા બાદ ઠાકોરજી મંદિર પરિસરમાં પરિક્રમા કરી વિવિધ કુંજમાં બિરાજ્યા અને તૈયાર થયા પછી ઠાકોરજી નિત્યક્રમાનુસાર નગરચર્યા માટે ત્યાથી પધાર્યા છે. પહેલો પડાવ ગૌશાળા ખાતે છે. વર્ષોનો પરંપરા નિયત કરેલ રૂટ પર ઠાકોરજી હવે આગળ વધશે.
ડાકોર ખાતે ચાંદીના રથમાં ભગવાન જગન્નાથની 252 મી રથયાત્રા નીકળી (ETV Bharat Gujarat) ખૂબ ધન્યતા અનુભવાય છે: રથયાત્રામાં જોડાયેલા ભક્ત ઘનશ્યામભાઈએ જણાવ્યુ હતું કે હું લુણાવાડાનો છુ પણ દર વર્ષે અહીંયા રથયાત્રા કરવા આવુ છુ. અહીં દર વર્ષે ખૂબ સરસ રથયાત્રા નીકળે છે. ભગવાનનો રથયાત્રાનો ખૂબ મહિમા છે. ભગવાન આજે નગરચર્યાએ નીકળે છે. ખૂબ ધન્યતાનો ભાવ અનુભવાય છે. જ્યારે ભગવાન પોતે નગરચર્યા કરવા નીકળ્યા હોય ત્યારે આપણને એમના દર્શન થાય એટલે ખૂબ આનંદ અને ધન્યતા અનુભવાય છે.
- અમદાવાદની 147 મી રથયાત્રા વિધિવત પરંપરા અને ઇતિહાસ, જાણો - Jagannath Rath Yatra 2024
- રાજકોટમાં નીકળી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા, ભક્તો પુરજોશમાં મુખ્યમાર્ગો પર ઉમટી પડ્યા - Jagannath Rath Yatra 2024