ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતના રતનને નવસારીની શ્રદ્ધાંજલિ: ટાટા વંશનો નવસારી સાથેનો અનોખો લગાવ, જુઓ - RATAN NAVAL TATA PASSES AWAY

નવસારીમાં સ્થિત પારસી સમાજ તેમજ બાઈ નવાઝબાઇ ટાટા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા જમશેદજી ટાટાના વંશજ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ટાટા વંશનો નવસારી સાથેનો અનોખો લગાવ
ટાટા વંશનો નવસારી સાથેનો અનોખો લગાવ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2024, 2:13 PM IST

નવસારી:નવસારીનું ઘરેણું અને પનોતા પુત્ર એવા સ્વ. જમશેદજી ટાટાના વંશજ રતન ટાટાએ ગત રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે ટાટા સાથે નવસારીની યાદોને આજે નવસારીના સમગ્ર પારસી સમાજે યાદ કરી બાઈ નવાઝબાઇ ટાટા ગર્લ્સ હાઇસ્કુલમાં વિશ્વ ફલક ઉપર ટાટાના સામ્રાજ્યને વિકસાવનારા રતન ટાટાને શ્રધાંજલિ અર્પણ કરી છે.

1937 માં જન્મેલા પુત્રરત્ન એવા રતન ટાટા:ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ જમશેદજી ટાટાનો જન્મ નવસારીના નાનકડા ઘરમાં 10x10 ની કોટડીમાં થયો હતો. નવસારીમાં જન્મ બાદ જમશેદજી ટાટા મુંબઈ સ્થાયી થયા અને તેમણે ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરી. જમશેદજી ટાટાના વારસાને તેમના દત્તક પુત્ર નવલ ટાટાએ આગળ વધાર્યો હતો. ત્યારબાદ નવલ અને સુનુ ટાટાના ઘરે ડિસેમ્બર, 1937 માં જન્મેલા પુત્રરત્ન એવા રતન ટાટાએ 1962 માં ટાટા ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાઈને આ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા તરફ ડગ માંડ્યા હતાં.

ભારતના રતનને નવસારીની શ્રદ્ધાંજલિ (Etv Bharat Gujarat)
પારસી સમાજ તેમજ બાઈ નવાઝબાઇ ટાટા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા જમશેદજી ટાટાના વંશજ રતન ટાટાને શ્રદ્ધાંજલિ (Etv Bharat Gujarat)

1991 માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો. સાથે જ સેવાભાવી ટાટા ટ્રસ્ટના પણ તેઓ ચેરમેન બન્યા હતા.

ટાટા વંશનો નવસારી સાથેનો અનોખો લગાવ (Etv Bharat Gujarat)
ટાટા વંશનો નવસારી સાથેનો અનોખો લગાવ (Etv Bharat Gujarat)
ભારતના રતનને નવસારીની શ્રદ્ધાંજલિ (Etv Bharat Gujarat)

ટાટા ગ્રુપ શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન: ટાટા ગ્રુપ સાથે જોડાયા બાદ રતન ટાટા 1978 માં નવસારીમાં આવ્યા હતા. અહીં નાટક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે એ માટે ટાટા ટ્રસ્ટ દ્વારા નિર્મિત ટાટા હોલનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે જ પારસી સમાજના નવસારી સાથે સંકળાયેલા ટ્રસ્ટમાં પણ તેઓ ચેરમેન પદે રહ્યા હતા.

ટાટા વંશનો નવસારી સાથેનો અનોખો લગાવ (Etv Bharat Gujarat)
ભારતના રતનને નવસારીની શ્રદ્ધાંજલિ (Etv Bharat Gujarat)
ભારતના રતનને નવસારીની શ્રદ્ધાંજલિ (Etv Bharat Gujarat)

તમને જણાવી દઈએ કે, નવસારીમાં ટાટા ગ્રુપ શૈક્ષણિક સંસ્થાઓ પણ ચલાવે છે. ત્યારે રતન ટાટાના નિધનથી નવસારીના પારસી સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. નવસારી, રાજ્ય અને દેશભરના પારસીઓ રતન ટાટાના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. રતન ટાટા ઈચ્છતા હતા કે દુનિયા તેમને ઉદ્યોગપતિ તરીકે નહીં પરંતુ આવી વ્યક્તિના રૂપમાં યાદ રાખે...
  2. જાણો ટાટાની સૌથી નજીકની વ્યક્તિ કોણ હતી, અહીં વાંચો તે કઈ કારમાં શાળાએ જતા હતા?

ABOUT THE AUTHOR

...view details