ગુજરાત

gujarat

ETV Bharat / state

વડગામ તાલુકામાં પરિણીતા પર દુષ્કર્મ, સાવકી માતાની સંડોવણી સામે આવતા ચકચાર મચી - Banaskantha Crime - BANASKANTHA CRIME

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં પરિણીતા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જોકે આ મામલે પીડિતાની સાવકી માતા પણ સંડોવાયેલી હોવાની માહિતી સામે આવતા ચકચાર મચી છે. હાલ આ મામલે ફરિયાદ નોંધાઈ છે. rape on married woman in vadgam

પરિણીતા પર દુષ્કર્મ
પરિણીતા પર દુષ્કર્મ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 27, 2024, 9:08 AM IST

બનાસકાંઠા : વડગામ તાલુકાના વરવાડીયા ગામની પરિણીતા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિતાની સાવકી મા અને તેના પ્રેમી વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પરિણીતા પર દુષ્કર્મ : વડગામ તાલુકાના વરવાડીયા ગામની અને હાલ થુર ગામે રહેતી પરિણીતા તારીખ 17 સપ્ટેમ્બર, 2023 ના વડગામ તાલુકાના શેરપુરા ગામે પિતાના ઘરે ગઈ હતી. જ્યાં પિતાના ઘરે જ સાવકી માતા સાથે રહેતા બસુના મુસ્તાક સુલેમાન ગોગાએ તારીખ 21 સપ્ટેમ્બર, 2023 ના રાત્રે બળજબરી દુષ્કર્મ આચર્યું હતું.

સાવકી માતા બની હેવાન :આ બાબતની જાણ પરિણીતાએ સાવકી માતાને કરતા માતાએ કોઈને કહીશ તો પિતાના ઘરે નહીં આવવા દઉં તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરી બે વખત આ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જોકે પરિણીતા ગર્ભવતી થઈ જતા તેને માતાને આ વિશે જાણ કરી હતી. તો માતાએ કોઈને કહેશે અને અમારું નામ લેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બે વ્યક્તિ સામે ફરિયાદ : જોકે આ બાબતે પરિણીતાએ સાસરીમાં જઈને સાસુને વાત કરી હતી. સાસુએ પરિણીતાના પતિને વાત કરી હતી. જોકે આ દરમિયાન દુષ્કર્મ આચર્યાથી ગર્ભવતી બનેલી પરિણીતાએ પાલનપુર સિવિલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હવે સમગ્ર મામલે હવે વડગામ તાલુકાના બસુ ગામના મુસ્તાક સુલેમાન ગોગા અને પીડિતાની સાવકી માતા સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

  1. 'કચ્છ ફાઈલ', અપહરણ અને દુષ્કર્મના 6 કેસમાં 5 આરોપીની ધરપકડ
  2. વડોદરામાં ડોક્ટરે લગ્નની લાલચ આપી નર્સ પર દુષ્કર્મ આચર્યુ

ABOUT THE AUTHOR

...view details