પાટણ: રાજ્ય સહિત દેશમાં અવારનવાર બળાત્કારોની ઘટનાઓ અવાર-નવાર સામે આવી રહી છે. નરાધમો નાની બાળકીઓને પણ પોતાની હવસનો શિકાર બનાવવામાં અચકાતા નથી. ત્યાં પાટણ જિલ્લાના સમી પંથકમાં માતા અને પુત્રીના સંબંધને કલંકિત કરી દે તેવી ઘટનાએ લોકોમાં અરેરાટી મચાવી છે.
સાવકી માતા અને પ્રેમી પર આરોપ:સમી પંથકમાં 16 વર્ષીય સગીરા પર તેની સાવકી માતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ છે અને આ કુકર્મ તેની સાવકી માતાએ કરાવ્યું હોવાનું જણાયું છે. સાવકી માતાએ 9 ડિસેમ્બરના રોજ 16 વર્ષીય સગીરાને દવાખાને જવાના બહાને ઘરેથી નીકળી હતી. આરોપી સાવકી માતાએ દીકરીને તેના પ્રેમી રઘુ રાવળ સાથે ગાડીમાં બેસાડીને અમદાવાદ લઇ ગઇ હતી.
પાટણ જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના (etv bharat gujarat) સગીરા પર દુષ્કર્મ કર્યાનો આરોપ:આરોપી સાવકી માતાએ તેના પ્રેમી સાથે રહીને સગીરાને અલગ અલગ જગ્યાએ લઇ જઇને સગીરાની મરજી વિરુદ્ધ પોતાના પ્રેમી દ્વારા દુષ્કર્મ કરાવ્યાનો આરોપ છે. પાટણ જિલ્લામાં બનેલી ઘટનાથી ચકચાર ફેલાઇ છે. જ્યારે આ વાતની જાણ સગીરાના પિતાને થઇ તો પિતાએ સમી પોલીસ મથકે તેની પત્ની અને તેના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં સાવકી માતાને જેલના સળીયા પાછળ ખસેડી દીધી હતી.
આરોપી પ્રેમીને પકડવા પોલીસની કાર્યવાહી:આ ગુન્હાનો મુખ્ય આરોપી રઘુ લક્ષ્મણ રાવળ હાલ ફરાર હોવાથી તેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ સામે સગીરાના પિતાની ફરિયાદ પર પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને આરોપી માતાને જેલ હવાલે કરાઇ હતી. તેનો પ્રેમી ફરાર હોવાથી પોલીસે તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
- કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રમાં રેલવેકર્મીઓ જ નીકળ્યા આરોપી, પોલીસ તપાસમાં થયો મોટો ઘટોસ્ફોટ - An attempt to overturn a train
- અમદાવાદમાં ડેન્ગ્યૂનો રાફડો ફાટયો, માત્ર સિવિલ હોસ્પિટલમાં 276 કેસ નોંધાયા - DENGUE CASES RISE IN AHMEDABAD