ચેક રિટર્ન કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી જામનગર કોર્ટમાં રહ્યા હાજર જામનગર : 'તારીખ પે તારીખ' જેવો ધુઆંધાર ડાયલોગ જે ફિલ્મમાં આવે છે, તે દામિની ફિલ્મના નિર્માતા રાજકુમાર સંતોષીની જામનગર કોર્ટમાં તારીખ હોવાથી હાજર રહ્યાં હતાં. તેમના પર એક કરોડથી વધુની રકમનો ચેક રિટર્નનો કેસ ચાલી રહ્યો છે જે સંદર્ભે તેઓ જામનગર કોર્ટમાં હાજરી આપવા આવ્યાં હતાં.
જામનગર કોર્ટમાં હાજરી આપી : ઘાયલ, ઘાતક, દામિની જેવી સુપર ડુપર ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષી તારીખ તે તારીખ જેવા ડાયલોગથી ફિલ્મ જગતમાં નામના ધરાવનાર ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી ખુદ જામનગરમાં તારીખ પે તારીખ કોર્ટમાં આવી રહ્યા છે. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી ફિલ્મ નિર્માતાએ 1 કરોડથી વધુની રકમ હાથ ઊંછીની લીધી હતી. જોકે બાદમાં આ રકમ પરત ન કરતા ઉદ્યોગપતિએ જામનગરની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો.
અઢી વર્ષની જેલની સજા સંભળાવી હતી : આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને અઢી વર્ષની જેલની સજા સંભળાવી હતી અને બમણી રકમ કોર્ટમાં જમા કરવા માટેનો હુકમ કર્યો હતો. જોકે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી હાઇકોર્ટમાં પહોંચ્યા હતા અને હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા હતાં. આજરોજ તેઓ જામનગરની સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતાં અને સેશન સપોર્ટમાં રૂપિયા 5000 ભરી અને જામીન મેળવ્યા છે અને અમુક રકમ પણ ભરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલને ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ 11 ચેક આપ્યા હતા જે અનુસંધાને અશોક લાલે જામનગરની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ નોંધાવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો: વર્ષ 2015માં રાજકુમાર સંતોષીએ જામનગરના બિઝનેસમેન અશોક લાલ પાસેથી લોન તરીકે 1.10 કરોડ રૂપિયા લીધા હતા. તેમણે એક ફિલ્મનું નિર્માણ કરવા માટે આ રકમ લીધી હતી. રાજકુમારે આ રૂપિયા ચૂકવવા માટે અશોક લાલને 10-10 લાખ રૂપિયાના 11 ચેક આપ્યા હતા પરંતુ ડિસેમ્બર 2016માં આ ચેક બાઉન્સ થયા હતા. ચેક બાઉન્સ થયા પછી પણ અશોક લાલે રાજકુમાર સંતોષીનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજકુમાર તેમને મળ્યા ન હતા. આ ઉપરાંત જામનગરની કોર્ટમાં કેસ થયા પછી તેઓ 18 વખત સુનાવણીમાં પણ હાજર રહ્યા ન હતા. રાજકુમાર સંતોષીના ચેક રિટર્ન થયા ત્યારે અશોક લાલે તેમને લિગલ નોટીસ મોકલી હતી પરંતુ રાજકુમારે તેનો જવાબ આપ્યો ન હતો. તેના કારણે અશોક લાલે વર્ષ 2017માં જામનગરની કોર્ટમાં તેમની સામે કેસ ફાઈલ કર્યો હતો. કોર્ટે સંતોષીને ચેક બાઉન્સના કેસમાં બે વર્ષની સાદી જેલની સજા ફટકારી હતી.
- Rajkumar Santoshi: ચેક રીટર્ન મામલે ફિલ્મનિર્માતા રાજકુમાર સંતોષી 'ઘાયલ', મામલો 'ઘાતક' બની રહ્યો
- ફિલ્મ ફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષીની જામનગર કોર્ટમાં પેશી