તપાસમાં ગુનાહિત જાહેર થતાં વ્યક્તિને 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ થઈ શકે (Etv Bharat Gujarat) રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડનો મામલો સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુદ્દે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. પાર્થરાજ સિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તમામ આરોપીઓ વિરૂદ્ધ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.
30 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા: આ સમગ્ર મામલે 30 થી વધુ લોકોના 164 મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. આ સાથે ભાજપનાં કોર્પોરેટર તેમજ ઘટનાને નજરે જોનારા સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. ઘટમાં વિષે વધુ તપાસ દરમિયાન મળેલ માહિતી પ્રમાણે જાણવા મળ્યું હતું કે નકલી સરકારી દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે આથી તે સંદર્ભે પણ નિવેદન નોંધવામાં આવ્યા છે.
TRP ગેમઝોનની ઘટનાની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ (Etv Bharat Gujarat) મુખ્ય સંચાલક મૃત્યુ થયું છે: અગ્નિકાંડ ઘટના વિષે તપાસ કરતાં જણાઈ આવ્યું છે કે, વેલ્ડીંગ દરમિયાન ઘટના સ્થળે ફોમ પડેલ હતું જ્યાં લાકડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે તણખા ઝર્યા બાદ આગ લાગી હતી. અને માત્રા 3 થી 4 મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે તપાસ દરમિયાન પેટ્રોલ, ડીઝલનો જથ્થો મળી આવ્યો નથી. તમને જણાવી દઈએ કે, ઘટનામાં મુખ્ય સંચાલક પ્રકાશ હિરણનું મૃત્યુ થયું છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, બુકિંગ લાયસન્સ બાબતે રેટ્સ ફિક્સ કરવામાં આવતા હતા.
10 વર્ષ સુધીની સજાની જોગવાઇ:આગળ વધુ તપાસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટનની નિમણુક કરવામાં આવી છે તેમજ ગેમઝોનના, સંચાલકોના બેંક એકાઉન્ટ્સ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં ગુનાહ માટે હાલ જે કલમ લગાવવામાં આવી છે તેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. ઉપરાંત 173(8) મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં ગેમઝોનના સંચાલકો અને માલિકોની ગુનાહિત બેદરકારી મળી આવી છે.
- રાજકોટ મનપા જનરલ બોર્ડમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે થયો હોબાળો - uproar in Rajkot Municipality Board
- રાજકોટ લોકમેળામાં અનઇચ્છનીય બનાવ રોકવા PGVCL નો માસ્ટરપ્લાન તૈયાર - Rajkot Lok Mela 2024