રાજકોટ: TRP ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોનો પોસ્ટમોર્ટમ અને DNA મેચિંગ બાદ તેમના સગાઓને મૃતદેહો સોંપવામાં આવ્યા છે. બુધવારે બપોર સુધીમાં કુલ મળીને 27 મૃતદેહોની DNA મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ 26 મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. 1 મૃતકના પરિવારનો સંપર્ક ન થઇ શકતા મૃતદેહની સોંપણી કરવામાં નથી આવી.
રાજકોટમાં ગેમ ઝોન આગ દુર્ઘટનાના 27 મૃતકોની DNA ટેસ્ટના આધારે કરાઈ ઓળખ - rajkot trp game zone fire - RAJKOT TRP GAME ZONE FIRE
TRP ગેમઝોન આગ દુર્ઘટનાના 27 મૃતકોની DNA મેચિંગના આધારે ઓળખ કરાઈ જેમાં FSLમાંથી રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા મૃતકોના સગાઓનો સંપર્ક કરીને પાર્થિવદેહ સોંપાયા છે. જે પૈકી 1 મૃતકના પરિવારને હજૂ મૃતદેહ સોંપણી કરવાની બાકી છે. જાણો વિગતો આ અહેવાલમાં. rajkot trp game zone fire
Published : May 29, 2024, 5:29 PM IST
પ્રાપ્ત થયેલ મહિતીઓમાં જે નામ જાહેર કરવામાં આવ્યા તે યાદી આ મુજબ છે.
1. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.34),
2. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22),
3. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.21),
4. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.30),
5. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.19),
6. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20),
7. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.36),
8. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24),
9. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.22),
10. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.19),
11. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.45),
12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.12),
13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.40),
14. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.12),
15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.15),
16. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.20-25),
17. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.25),
18. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.28),
19. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.24),
20. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.22),
21. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.28),
22. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.24),
23. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.25),
24. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.30),
25. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.45),
26. મોનુ કેશવ ગૌંડ (ઉ.21)
આગ દુર્ઘટનાના મૃતકોના 10 પરિવારોને 40 લાખની સહાય અપાઇ છે. મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત અનુસાર રાજકોટ TRP ગેમઝોન દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા ₹ 4 લાખ સહાય ચૂકવવામાં આવી રહી છે. જેમાં આજરોજ બપોરે 2 વાગ્યા સુધીમાં 10 પરિવારોને ₹ 40 લાખની સહાય ચૂકવી દેવાઈ છે. તેવી માહિતીઓ માહિતી વિભાગમાંથી જાહેર કરવામાં આવી છે.