ગુજરાત

gujarat

ETV Bharat / state

દિવાળીને લઈને એસટી તંત્રનો નિર્ણય, 100 એક્સ્ટ્રા એસ.ટી. બસો દોડાવશે... - EXTRA ST BUSES WILL RUN IN RAJKOT

દિવાળીના તહેવાર અનુસધાને રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને તેમના ફરવાના સ્થળે પહોચવા માટે 100 એક્સ્ટ્રા બસ દોડાવવા માટેનું આયોજન કરાયું છે.

તંત્ર દ્વારા 100 એક્સ્ટ્રા એસ.ટી. બસો ચાલવાનો નિર્ણય
તંત્ર દ્વારા 100 એક્સ્ટ્રા એસ.ટી. બસો ચાલવાનો નિર્ણય (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2024, 7:13 PM IST

Updated : Oct 10, 2024, 7:18 PM IST

રાજકોટ: દિવાળીના તહેવાર અનુસધાને રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને તેમના ફરવાના સ્થળે પહોચવા માટે 100 એક્સ્ટ્રા બસ દોડાવવા માટેનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા 9 ડેપો પરથી વધારાની બસો મૂકવામાં આવી છે.

ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, દ્વારકા, સોમનાથ, દાહોદ, મંડોર અને છોટાઉદેપુરની બસમાં દિવાળી દરમિયાન વધુ ટ્રાફિક રહેતો હોવાથી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે. આ વધારાની બસોનો લાભ મુસાફરોને 25 મી ઓક્ટોબરથી લગભગ એક માસ સુધી મળી રહેશે.

100 એક્સ્ટ્રા બસ દોડાવવા માટેનું આયોજન કરાયું (Etv Bharat Gujarat)

શેડયુલમાં 100 બસોનો વધારો: રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, ગત વર્ષે દિવાળીના તહેવારોમાં 80 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી હતી. હવે આ વર્ષે તેમાં વધારો થયો છે. પરિણામે હવે એક્સ્ટ્રા 100 બસો દોડાવવામાં આવશે. 25 મી ઓકટોબરથી લગભગ એક મહિના સુધી આ બસોનો લાભ મુસાફરોને મળી રહેશે. રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દરરોજ 520 જેટલા શેડયુલ એટલે કે બસો દોડાવવામાં આવે છે. દિવાળી દરમિયાન આ શેડયુલમાં 100 બસોનો વધારો કરવામાં આવશે.

એડવાન્સ ગ્રુપ બુકિંગ સુવિધા: આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ સ્થળે જવા માટે 52 કે તેથી વધુ મુસાફરોને એક સાથે બસની જરૂરિયાત હોય તો તેમના ઉપડવાના સ્થળેથી પહોચવાના સ્થળ સુધી એડવાન્સ ગ્રુપ બુકિંગની સુવિધા જે તે ડેપો કક્ષાએ ઉપલબ્ધ છે. તેના માટે સ્થાનિક ડેપો મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. એટલે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં મુસાફરોને ખાનગી બસોમાં વધુ નાણાં ચૂકવી લૂંટવામાં ન આવે તે માટે વધુ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે.

આ પણ વાંચો:

  1. દિવાળી, છઠ પૂજા દરમિયાન રેલવે દોડાવશે 6556 સ્પેશ્યલ ટ્રેનો, ગુજરાતના આ સ્ટેશનોથી ઉપડશે ટ્રેન
  2. મંડળી ગરબામાં ફાયરિંગ મુદ્દે Etv ભારતનું ફેક્ટ ચેક: શું કહ્યું સોલા પોલીસે, જાણો
Last Updated : Oct 10, 2024, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details