ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકપાલ નિયુક્ત કરી દીધા છતાં UGCએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી - UGC has declared it a defaulter - UGC HAS DECLARED IT A DEFAULTER

શૈક્ષણિક સંસ્થા યુજીસીએ દેશની જે યુનિવર્સિટીમાં લોકપાલ નિયુક્ત કર્યા નથી તેને ડિફોલ્ટર જાહેર કરી હોવાનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટીના નામ જાહેર કર્યા હતા. પરંતું ખરેખર આ યુનિવર્સિટી પાસે લોકોપાલની નિયુક્તિ થય ગયેલ છે. જાણો સમગ્ર વિગતો...,rajkot Saurashtra University

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને ડિફોલ્ટર જાહેર કરી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને ડિફોલ્ટર જાહેર કરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 22, 2024, 12:28 PM IST

રાજકોટ: શૈક્ષણિક સંસ્થા યુજીસી દેશની જે યુનિવર્સિટીમાં લોકપાલ નિયુક્ત કર્યા નથી તેને ડિફોલ્ટર જાહેર કરી હોવાનું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત દેશની 108 સ્ટેટ યુનિવર્સિટી, 47 ખાનગી અને 02 ડીમ્ડ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જૂન-2023થી અત્યાર સુધીમાં બે વખત લોકપાલ બદલી નાખ્યા છે. અને તેની જાણ પણ યુજીસીને કરી હતી. તેમ છતાં તાજેતરમાં જ જાહેર થયેલી ડિફોલ્ટર યુનિવર્સિટીની યાદીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ શામેલ કરીને ભાંગરો વાટ્યો છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકપાલ તરીકે ઇલેક્ટ્રોનિક્સ ભવનના નિવૃત્ત પ્રોફેસર ડૉ. એચ.એન.પંડ્યાની હજુ ગત મહિને જ નિમણૂક કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકપાલની નિયુક્તિ: આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીએ જણાવ્યું હતું કે સૌથી પહેલા જૂન-2023માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકપાલ તરીકે ડૉ. બી.જી.મણિયારની નિયુક્તિ કરવામાં આવી હતી. થોડાક સમયમાં જ તેમણે તબિયતને કારણે આ પદ પર રહેવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ ફિઝિક્સ ભવનના નિવૃત્ત પ્રોફેસર ડૉ. મિહિર જોષીની નિમણૂક કરી હતી. અને હાલ ગત મે મહિનામાં જ ઇલેક્ટ્રોનિક્સ ભવનના નિવૃત્ત પ્રોફેસર ડૉ. એચ.એન.પંડ્યાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકપાલ તરીકે નિયુક્ત કર્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ડિફોલ્ટર લિસ્ટમાં નામ: આ બાબતની જાણ યુજીસીને ઈ-મેઈલ મારફતે કરી દીધી હતી. છતાં તાજેતરમાં જાહેર થયેલા લિસ્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ આવતા ફરી અમે એ જ દિવસે યુજીસીને ઈ-મેઈલ કરીને જાણ કરી હતી. કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તો લોકપાલની નિયુક્તિ કરી દીધી છે છતાં ભૂલથી લિસ્ટમાં નામ આવી ગયું છે. પણ યુનિવર્સિટીએ લોકપાલની વિગતો વેબસાઈટ પર મુકવાની હોય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હજુ સુધી લોકપાલની વિગતો વેબસાઈટ પર જાહેર કરી નથી.

  1. રાજકોટમાં ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે નોકરી કરતી યુવતીને બિભત્સ મેસેજ કરી પજવણી, યુવકની કરી ધરપકડ
  2. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે: કોરોના પછી લોકોમાં નબળાઈનો વિકૃત ભય વધ્યો

ABOUT THE AUTHOR

...view details