રાજકોટઃ હીરાસર ખાતે તૈયાર થઈ રહેલ એરપોર્ટ સંદર્ભે અગાઉ એક જ ટર્મિનલ માંથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ થાય તે પ્રકારની વિચારણા હતી. અગાઉ કાયમી ટર્મિનલ બિલ્ડીંગનું કામ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થવાની ધારણા હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બેઠકમાં કસ્ટમ્સ, ઈમિગ્રેશન, એરલાઈન ઓફિસો અને પેસેન્જર સુવિધાઓ માટે જરૂરી સેટ-અપને કારણે કાયમી ઈમારત આંતરરાષ્ટ્રીય કામગીરીને સમાવી શકશે નહીં તે પ્રકારનું તારણ કાઢવામાં આવ્યું. કાયમી ટર્મિનલનું બાંધકામ ફેબ્રુઆરી 2024માં પૂર્ણ થવાનું હતું.
કોંગ્રેસે કર્યો અનોખો વિરોધઃ રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ ન થવા મુદ્દે કોંગ્રેસ અનોખો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ ગુબારાના પ્લેન બનાવી ઉડાવ્યા હતા તેમજ નકલી નોટોનો વરસાદ કરી ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ કર્યો. ભાજપે હવા હવાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની વાતો કરી હોવાનું કોંગ્રેસ જણાવી રહી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિદેશી ફ્લાયટો શરુ થાય તેવી કોંગ્રેસ માંગણી કરી રહી છે.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુદ્દે કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ, ભાજપ પર કર્યા આકરા વાકપ્રહાર - Rajkot News
રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કાયમી ધોરણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડવા માટે હજુ જોવી પડશે રાહ. 15 ઓગષ્ટ સુધીમાં કાયમી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂરું થઈ જશે. કાયમી ટર્મિનલનું કામ પૂરું થયા બાદ હાલ પૂરતું ડોમેસ્ટિક ફ્લાઇટનું જ સંચાલન કરાશે. ઈન્ટરનેશલ ફ્લાઇટના સંચાલન માટે અન્ય કાયમી ટર્મિનલ બનાવવાનું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વિચારી રહી છે. આ મુદ્દે કોંગ્રેસે કર્યો છે અનોખો વિરોધ.
Published : Jul 11, 2024, 3:50 PM IST
ચૂંટણી ટાણે સૌરાષ્ટ્રવાસીઓને, રાજકોટવાસીઓને ભોળવવા માટે 1400 કરોડના ખર્ચે રાજકોટથી 36 કિલોમીટર દૂર ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટ વડાપ્રધાને શરુ કરાવી હતી. હવે આ એરપોર્ટ પરથી જો ડોમેસ્ટિક ફ્લાઈટ જ શરુ કરવી હોય તો પ્રજાના 1400 કરોડ રુપિયાનો ધૂમાડો ઈન્ટરનેશનલ એરપોર્ટના નામે શા માટે કર્યો. આ મુદ્દે કોંગ્રેસે આજે ગુબારાના પ્લેન અને નકલી રુપિયા ઉડાડીને કેન્દ્ર અને રાજ્યમાં રહેલ ભાજપ સરકારનો વિરોધ કર્યો છે...રોહિત રાજપૂત (આગેવાન, NSUI)