ગુજરાત

gujarat

ETV Bharat / state

ટીપરવાન ચલાવતા તરુણનો વિડીયો વાયરલ થતા રાજકોટ કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠ્યા, કમિશનરે આપ્યા તપાસના આદેશ - Rajkot News

રાજકોટમાં ટીપરવાન ચલાવતા તરુણનો વિડીયો વાયરલ થતા રાજકોટ કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠ્યા, કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 5:55 PM IST

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

રાજકોટઃ રૈયા રોડ પર આવેલ તિરૂપતિનગર વિસ્તારમાં આજે સવારના સમયે કચરો લેવા માટે આવતી ટીપરવાન એક તરુણ ચલાવી રહ્યો હતો. જેથી એક જાગૃત નાગરિકે પુછ્યું કે ડ્રાયવર ક્યાં છે તો તેને કહ્યું કે પાછળ સૂતો છે. ટીપરવાનનો દરવાજો પણ ખખડી ગયેલો હતો. તેથી જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. આ વીડિયો શેર થતાં મહાનગરપાલિકા સત્વરે હરકતમાં આવી હતી. આ અંગે મનપાના કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, આ વિડીયો તમારા માધ્યમથી મારા સુધી પહોંચ્યો છે અને આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે દોષી હશે તેને પણ નોટિસ ફટકારવામાં આવશે. તેમજ આગામી સમયમાં ટીપરવાન ચલાવતા લોકો પાસે લાયસન્સ હોય તેની પણ તકેદારી રાખવામાં આવશે.

  1. બાઈક સ્ટંટ કરતા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, જુઓ વાયરલ વીડિયો - Bike Stunt Viral Video
  2. ફિલ્મની હિરોઈનની જેમ રોડ પર સ્ટંટ કરનારી યુવતીને પોલીસે ઝડપી પાડી

ABOUT THE AUTHOR

...view details