રાજકોટ:મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જે બેઠકમાં જુદી-જુદી 45 દરખાસ્તો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા વિચારણાના અંતે 44 દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે. જેમાં હોર્ડીંગ્સની એક દરખાસ્ત હતી. જેને રી- ટેન્ડરીંગ કરવામાં આવી છે.
રાજકોટ શહેરના જુદા જુદા વોર્ડમાં વિકાસલક્ષી કાર્યો માટે 119 કરોડથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ (Etv Bharat gujarat) વિવિધ કામોને લઇને મંજૂરી આપવામાં આવી: જુદા જુદા વોર્ડમાં ડ્રેનેજ લાઈન, વોટર વર્કસ અંતર્ગત ડીઆઇ પાઇપલાઇન નાખવી તેમજ રોડ-રસ્તા સહિતના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટના પ્રદ્યુમન પાર્ક પાસે બની રહેલા સફારી પાર્ક બાબતે પણ મંજૂરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સાસણગીરમાં આવેલા દેવળીયા પાર્ક માફક જ રાજકોટના પ્રદ્યુમન પાર્ક નજીક લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે. ત્યારે 29 હેક્ટરમાં તૈયાર થનારા સફારી પાર્ક બાબતે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
લાયન સફારી પાર્કમાં 2.62 કરોડના કામોને મંજૂરી (rajkot municipal corporation) લાયન સફારી પાર્કમાં 2.62 કરોડના કામોની મંજૂરી: આજની બેઠકમાં પ્રદ્યુમન પાર્ક પાસે બનનાર લાયન સફારી પાર્કમાં 2.62 કરોડના ખર્ચે ડામર રોડ બનાવવા સહિતની બાબતોને મંજૂરી આપવામાં આવી છે. તેમજ વોર્ડ નંબર 12 માં 6 જેટલી આંગણવાડીઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો:
- જામનગરમાં પૂરપીડિતોને સહાય ન ચૂકવાતા SDM કચેરીએ લોકોનો હોબાળો - Protest by flood affected citizens
- રાજકોટમાં સ્કૂલનું ગેરકાયદે બાંધકામ ઝડપાયું, કમ્પ્લીસન વિના 3 માળનું ખેંચ્યા - Rajkot School Illegal construction