રાજકોટ:શહેરમાં રહેતી યુવતી દ્વારા પોતાના પૂર્વ મંગેતર જીત પાબારી વિરુદ્ધ માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતી દ્વારા ગુનાનો સમયગાળો નવેમ્બર 2021થી 30 જુન 2023 સુધીનો ફરિયાદમાં જણાવવામાં આવ્યો છે. પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.
ઘટનાની વાસ્તવિકતા એમ છે કે, જીત પાબારી નામના વ્યક્તિ દ્વારા ફરિયાદી યુવતીને લગ્નની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેના સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, જીત પાબારીએ યુવતી સાથે સગાઈ પણ કરી હતી. જોકે બાદમાં જીત પાબારી દ્વારા યુવતી સાથે સગાઈ તોડી નાખવામાં આવી હતી.
ગુનાનો સમયગાળો નવેમ્બર 2021થી 30 જુન 2023 સુધીનો ફરિયાદમાં જણાવવામાં આવ્યો છે (Etv Bharat Gujarat) આરોપીએ લગ્નની લાલચ આપી હતી:રાજકોટમાં રહેતા જીત પાબારી વિરુદ્ધ રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે 29 વર્ષીય પૂર્વ મંગેતર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર મામલે ડીસીપી ઝોન-2, જગદીશ બાંગરવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જાણકારી આપવામાં આવી હતી.
સગીરા સાથે દુષ્કર્મ આચરવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ (Etv Bharat Gujarat) જગદીશ બાંગરવા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, "પીડીતા દ્વારા તેણીની સાથે 2021 થી લઈ 2023 સુધી તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યાની ફરિયાદ કરવામાં આવી છે. જીત પાબારી દ્વારા લગ્નની લાલચ આપી યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જોકે તેની સાથે સગાઈ કરવામાં આવી હતી પરંતુ થોડા સમય પૂર્વે યુવતી સાથે જીત પાબારી દ્વારા સગાઈ તોડી નાખીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લેવામાં આવ્યા છે."
વધુમાં જણાવતા જગદીશ બાંગરવાએ માહિતી આપી કે,"સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી મેડિકલ તેમજ સ્થળ પંચનામું સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે હાલ કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. જોકે તપાસ ચાલુ છે અને આગળ પુરાવાઓ મળ્યા બાદ સંબંધિત વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે. હાલ માત્ર જીત પાબારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે."
આ પણ વાંચો:
- પારડી દુષ્કર્મ હત્યા કેસના સિરિયલ કિલરે પોલીસને કહ્યું- 'સવારે જ એકનો રેપ કરી ગળુ દબાવી હત્યા કરી'
- સુરતમાં વહેલી સવારે ચીસો ગુંજી: બસ અકસ્માતમાં કોઈના હાથ-પગ ભાંગ્યા, કોઈનું માથું ફૂટ્યું