ગુજરાત

gujarat

ETV Bharat / state

લ્યો બોલો... રાજકોટમાં મહાનગરપાલિકા પાસે જ ફાયર NOC નથી, આપ અને કોંગ્રેસે કર્યો હલ્લાબોલ - rajkot fire case - RAJKOT FIRE CASE

રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર હવે જાગ્યું છે. ત્યારે જે મિલકતોમાં ફાયર એનઓસી કે બીયુ પરમિશન ન હોય તેને સીલ કરવામાં આવી રહી છે. પરંતુ જિલ્લાની મોટાભાગની મિલ્કતોને સીલ કરાતાં લોકોમાં ભારે નારાજગી ઊભી થઈ છે. અને આ બાબતએ લોકોના સમર્થનમાં કોંગ્રેસ અને આપ દ્વારા મહાનગરપાલિકા આગળ ઘેરાવ કર્યો હતો. શું છે સંપૂર્ણ મામલો જાણો. rajkot fire case

Etv Bharatમહાનગરપાલિકા પાસે જ ફાયરની પરમિશન નથી તો તેને પણ સીલ કરવી જોઈએ: લોકો
મહાનગરપાલિકા પાસે જ ફાયરની પરમિશન નથી તો તેને પણ સીલ કરવી જોઈએ: લોકો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 12:55 PM IST

રાજકોટ મહાનગરપાલિકાની મિલકતોમાં જ ફાયર એન.ઓ.સી જેથી આપ અને કોગ્રેસ હલ્લાબોલ કર્યો (Etv Bharat Gujarat)

રાજકોટ:મહાનગરપાલિકા દ્વારા ટીઆરપી અગ્નિકાંડ બાદ જે મિલકતોમાં ફાયર એનઓસી કે બીયુ પરમિશન ન હોય તેને સીલ કરવામાં આવી રહી છે. મિલકતો ધડાધડ સીલ થતા વેપારીઓ અને સંસ્થાઓમાં નારાજગી જોવા મળી છે. આથી આ તમામ રોષે ભરાયેલા લોકોના સમર્થનમાં કોંગ્રેસ અને આપ દ્વારા મહાનગરપાલિકા આગળ ઘેરાવ કરવામાં આવ્યો હતો.

મિલકતો કરી ધડાધડ સીલ: ટીઆરપી અગ્નિકાંડ બાદ જાણે તંત્ર સફાળું જાગ્યું હોય તેમ શાળા, કોલેજ, હોટલ, મોલ, ઓફિસ રહેણાંક મકાનો, દવાખાનાઓ જ્યાં પણ ફાયર એનઓસી ન હોય કે બી.યુ. પરમિશન ન હોય કે તેની મંજૂરી ન હોય તેવી મિલકતોને મહાનગરપાલિકા દ્વારા ધડાધડ સીલ કરવામાં આવી રહ્યા છે. જેને લઇ ઠેર ઠેર તેનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થોડા દિવસ પહેલા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.

કોંગ્રેસ અને આપે કર્યો હલ્લાબોલ:આ મુદ્દે કોંગ્રેસ અને આપ સાથે મળીને મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, "જો ફાયર અને બીયુ પરમિશન મામલે મહાનગરપાલિકા બીજાની મિલકતો સીલ કરે છે તો મહાનગરપાલિકા પાસે જ ફાયરની પરમિશન નથી તો તેને પણ સીલ કરવી જોઈએ. નહીં તો જેમ મહાનગરપાલિકાને સમય મળ્યો છે તેમ વેપારીઓને પણ થોડો સમય આપવો જોઈએ જેથી તે લોકો બી.યુ. અને ફાયરની પરમિશન મેળવી શકે." આમ આપ અને કોંગ્રેસ દ્વારા કોર્પોરેશન ચોક ખાતે ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભીડ વધતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આપના કાર્યકરોને ટીંગાટોળી કરવામાં આવી હતી ઉપરાંત તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે 20 જેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

  1. રાજકોટ અગ્નિકાંડ મામલે HCમાં સુનાવણી, કોર્ટે કહ્યું- પાલિકાનું તંત્ર બરાબર કામ જ નથી કરતું - Rajkot fire incident hearing in HC
  2. વેકેશન ખુલ્યા પણ મનપાના સીલ ક્યારે ખુલશે ? રાજકોટની શાળાના સંચાલકો મૂંઝાયા - Rajkot Fire Safety

ABOUT THE AUTHOR

...view details