ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્મશાનમાં ઠંડી ચિતાપાટ પર કરી તાંત્રિક વિધિઃ પછી જુઓ Rajkot પોલીસે શું કર્યું- Video

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના સ્મશાનમાં છેલ્લા ચાર પાંચ દિવસથી આ વીડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો.

By ETV Bharat Gujarati Team

Published : 7 hours ago

સ્મશાનમાં કરી તાંત્રિક વિધિ અને નોંધાયો ગુનો
સ્મશાનમાં કરી તાંત્રિક વિધિ અને નોંધાયો ગુનો (Etv Bharat Gujarat)

રાજકોટઃ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના સ્મશાનમાં છેલ્લા ચાર પાંચ દિવસથી આ વીડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો. જેમાં યુવક સ્મશાનના ખાટલા પાસે વિધિ કરતો હોય તેવો વીડિયો હતો. જેમાં પોલીસ દ્વારા આ યુવકને ઝડપી લીધો છે. જાણો વિગત આ અહેવાલમાં.

ઠંડી ચિતાપાટ પર કરી તાંત્રિક વિધિ (Etv Bharat Gujarat)

ધોરાજી શહેરના નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં તાંત્રિક વિધિ કરતો હોય અને સ્મશાનમાં રહેલા અગ્નિદાહના ખાટલા પર બેસી એક યુવક ધુણતો હોય તેવો વીડિયો છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થયો હતો. જેમાં આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે ભય અને તાંત્રિક વિધિને લઈને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે આ વાયરલ વીડિયો ધ્યાને આવતા ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ આર જે ગૌતમ તેમજ સ્ટાફ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોને ધ્યાને લઈ યુવકની શોધખોળ અને આ મામલે તપાસ શરૂ કરી યુવકને ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે.

યુવક ધોરાજીનો હોવાનું આવ્યું સામેઃ છેલ્લા ચાર પાંચ દિવસથી આ વીડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો. જેમાં યુવક સ્મશાનના ખાટલા પાસે વિધિ કરતો હોય તેવો વીડિયો હતો અને આ સાથે જ સ્મશાનમાં લોકોને જે ખાટલા પર અગ્નિદાહ દેવામાં આવે છે. તે ખાટલા પર બેસી ધૂણી રહ્યો હોવાનો વીડિયો છેલ્લા ઘણા દિવસોથી વાયરલ થતા આસપાસના પંથકમાં તેમજ ધોરાજી શહેરમાં ભારે ભાઈનો માહોલ ફેલાયો હતો. જેને લઇ ધોરાજી પોલીસે ટેકનિકલ સ્ટોર તેમજ તપાસના ધમધમાટ શરૂ કરી યુવક જે વીડિયોમાં દેખાતો હતો તે અશ્વિન ગોપાલભાઈ મકવાણા નામનો ધોરાજી શહેરમાં રહેતો યુવક હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ ધોરાજી સિટી પોલીસે આ યુવકની અટકાયત કરી તેમની સામે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ સાથે જ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભારતીય બંધારણની મૂળભૂત ફરજોમાં ઉલ્લેખિત કલમ 51 (ક) મુજબ તમામ નાગરિકોએ વૈજ્ઞાનિક માનસ, માનવતા વાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવી અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ તેવું જણાવ્યું છે.

થોડા દિવસથી એક વીડિયો વાયરલ થયેલો છે, જેમાં કોઈ અજાણ્યો યુવાન સોનાપુરી સ્મશાન ગૃહમાં આવેલા લોખંડના ખાટલામાં જયાં મૃતદેહની અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય ત્યા તાંત્રિક વિધિ કરવામા આવેલી હોય તેવો વીડિયો વાયરલ થયેલ હતો. આ તાંત્રિક વિધિ કરતા વીડિયોએ ધોરાજીમા ચકચાર મચાવી હતી. ત્યારે ધોરાજી શહેરમા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી અને લોકોમાં રોષ વધ્યો હતો અને સાથે ભય પણ જોવા મળેલ હતો.

અન્ય મદદગારો સામે પણ કાર્યવાહીની માગઃ આ ધોરાજીના સોનાપુરી સ્મશાન ગૃહમાં કોઈ યુવાન દ્વારા કોઈ પ્રકારની તાંત્રિક વિધિ કરતો હોય તેને લઈને અનેક સવાલ ઊભા થઈ હતા કારણ કે, હાલના સમયમાં વિજ્ઞાન ખુબ જ આગળ વધી રહ્યું છે અને રાજ્ય સરકાર દ્વારા કાયદો પણ ઘડયો છે કે, તાંત્રિક વિધિ કરનાર પર કાયદેસર પગલા લેવા અને સજા પાત્ર ગુનો દાખલ કરવો ત્યારે આવા તાંત્રિક વિધિ કરનાર ઉપર તંત્ર દ્વારા કાયદેસર પગલા લેવા જોઈએ તેવું લોકો જણાવી રહ્યા હતા. આવી તાંત્રિક વિધિને કોઈ આ આધુનિક યુગમાં જગ્યા જ નથી. આવા ત્યારે ધતિંગ ના થવા જોઈએ અને ધોરાજી સોનાપુરી સ્મશાન ગૃહમાં જે લોકોએ યોગ્ય ધ્યાન નથી રાખવામાં આવ્યું તેમની ઉપર પણ કડક પગલા લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી હતી, ત્યારે આ મામલે પોલીસ ગણતરીની કલાકોમાં આ યુવકને ઝડપી પડ્યો હતો.

આ કામગીરીમાં ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જે. ગોધમ, પી.એસ.આઇ. પી.કે. ગોહિલ, એ.એસ.આઈ. એમ.આર. રાફડ, હેડ કોન્સ. અશોકભાઈ ગોહેલ, ભાવેશભાઈ મકવાણા, કોન્સ. યોગેશભાઈ બાલાસરા, શક્તિસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ બાબતે પોલીસે THE GUJARAT PREVENTION AND ERADICATION OF HUMAN SAERIFICE AND OTHER INHUMAN, EVIL AND AGHORI PRACTICES AND BLACK MAGIC ACT, 2024 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

  1. પક્ષીપ્રેમીઓ માટે મોટા સમાચાર: ખીજડીયા પક્ષી અભ્યારણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
  2. રાજકોટમાં પુત્રવધુ અને તેના પરિજનોના ત્રાસથી સસરાએ આપઘાત કરી લીધાનો આરોપ

ABOUT THE AUTHOR

...view details