રાજકોટ: ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસ પાસેથી મળેલી માહિતી મુજબ, કાત્યાયનીબહેન તિવારીની શાળાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં રૂખસાનાબેન ઘેલાણીની ફરિયાદ હતી કે, ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાંથી લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી. એ વખતે તેઓએ ધોરણ 5ની માર્કશીટ આપી હતી.
રાજકોટમાં બોગસ સ્કૂલ ઝડપાઇ, શાળા સંચાલક વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ - fake School in Rajkot - FAKE SCHOOL IN RAJKOT
રાજકોટની ગૌરી શાળામાં લિવિંગ સર્ટીફિકેટ અપાતું ન હોવાની ફરિયાદને પગલે, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસેએ શાળામાં વિઝિટ કરી હતી. તેઓએ પોલીસ સાથે શાળાની મુલાકાત કરતાં ત્યાંથી અન્ય શાળાઓના લિવિંગ સર્ટીફિકેટ મળી આવ્યા હતા.
Published : Jul 30, 2024, 10:02 PM IST
બીજી સ્કૂલોના લિવિંગ સર્ટિફિકેટ મળ્યા:પોલીસને સાથે રાખીને સ્કૂલમાં તપાસ કરવામાં આવતા ગૌરી અંગ્રેજી માધ્યમ સ્કૂલની ઓફિસમાંથી જુદી જુદી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ મળી આવ્યા હતા. ગૌરી સ્કૂલના 25 વાલીઓ દ્વારા ફીની રસીદ આપવામાં આવી હતી. ઉપરાંત આ સ્કૂલમાં ઇકો કારમાં વિદ્યાર્થીઓને લઇ જતાં ડ્રાઈવરનુ નિવેદન પણ લેવામાં આવ્યું છે.
ડમી સ્કૂલ સામે પોલીસ ફરીયાદ દાખલ:ભૂતકાળમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 16 વર્ષની અને રેઇડ સમયે ફરજ બજાવતી 17 વર્ષની યુવતીએ નિવેદન આપ્યું હતું કે, સ્કૂલ દ્વારા તેમને પગાર આપવામાં આવ્યો નથી. 25 વાલીઓ દ્વારા ગૌરી સ્કૂલના પ્રશ્નપત્રો, ફીની રસીદ અને પરિણામો પુરાવા રૂપે મળી આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ મામલે પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉધાસના પ્રયાસોથી કુવાડવા પોલીસે ડમી સ્કૂલ વિરુદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.