ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના 5 સ્ટેશને 'રેલ કોચ રેસ્ટોરન્ટ' શરૂ થશે, ACમાં બેસીને મલ્ટી-ક્યુઝિન ફૂડનો આનંદ માણી શકશો - RAILWAY RAIL COACH RESTAURANT

'રેલ કોચ રેસ્ટોરન્ટ્સ' ચોવીસ કલાક કાર્યરત રહેશે, જે મુસાફરો અને શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભોજન પૂરું પાડશે.

રેલવે શરૂ કરશે રેલ કોચ રેસ્ટોરન્ટ
રેલવે શરૂ કરશે રેલ કોચ રેસ્ટોરન્ટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 29, 2025, 7:54 PM IST

અમદાવાદ: પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોની સુવિધાઓને વધારવા માટે મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં 'રેલ કોચ રેસ્ટોરન્ટ્સ' શરૂ કરવા જઈ રહ્યું છે. આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે." જે બિન ઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ, વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરશે."

in article image
રેલવે શરૂ કરશે રેલ કોચ રેસ્ટોરન્ટ (Railway)

કોચમાંથી બનશે રેસ્ટોરન્ટ
અમદાવાદ મંડળના વાણિજય પ્રબંધક અન્નુ ત્યાગીના જણાવ્યા અનુસાર, આ પહેલનો ઉદ્દેશ્ય મુસાફરોને વૈભવી, એર-કન્ડિશન્ડ ભોજનનો અનુભવ પૂરો પાડવાનો છે. ભારતીય રેલવેના નવીન અભિગમના ભાગ રૂપે, સંશોધિત કોચમાં અત્યાધુનિક ડિઝાઇન, એટેચ કિચન અને વિવિધ સ્વાદને પૂર્ણ કરવા માટે મલ્ટી ક્યુઝિન મેનુની સુવિધા હશે, જે બધા ભોજન કરનારાઓ માટે આનંદદાયક અનુભવ સુનિશ્ચિત કરશે. વધુમાં, સમગ્ર પર્યાવરણને અનુકૂળ વાતાવરણને વધારવા માટે બાળકો માટે એક ફન ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે.

રેલવે શરૂ કરશે રેલ કોચ રેસ્ટોરન્ટ (Railway)

24 કલાક ચાલુ રહેશે રેલ કોચ રેસ્ટોરન્ટ
'રેલ કોચ રેસ્ટોરન્ટ્સ' ચોવીસ કલાક કાર્યરત રહેશે, જે મુસાફરો અને શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભોજન પૂરું પાડશે. ટેકઅવે કાઉન્ટર્સ સુવિધા ઉમેરશે, જેનાથી મુસાફરો હરતા -ફરતાં ઝડપથી ઓર્ડર આપી શકશે.

આ રેસ્ટોરન્ટ્સ માટેના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે, અને પાંચ આયોજિત સંસ્થાઓના એકંદર કોન્ટ્રાક્ટ મૂલ્યથી નોન-ફેર રેવન્યુ (NFR)માં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ત્યાગીએ એ વાત પર ભાર મૂક્યો કે અમદાવાદ મંડળ પહેલાથી જ વધારાના 'રેલ કોચ રેસ્ટોરન્ટ્સ' પર કામ કરી રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં આ નવીન સુવિધાઓને કાર્યરત કરવાની તકો શોધી રહ્યું છે. બિનઉપયોગી કોચને વાયબ્રન્ટ, સંપૂર્ણ રીતે કાર્યરત રેસ્ટોરન્ટમાં પરિવર્તિત કરીને, મુસાફરોની સેવાઓમાં નવીનતા, ઉપયોગિતા અને લકઝરીનેમાં કન્વર્ટ કરીને યાત્રીઓની સુવિધામાં વધારો કરાશે.

આ પણ વાંચો:

  1. કચ્છના પીંગલેશ્વર બીચ પર એરફોર્સનો એર શો, દિલધડક કરતબો જોઈને દર્શકો મંત્રમુગ્ધ બન્યા
  2. બે સિંહોની દરિયા કિનારે લટાર, નલિયા-માંડવી બીચનો વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details